ઊના તાલુકાના આથમણા પડાપાદર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય ધરાવતા કાળાભાઇ નારણભાઇ કિડેચા પોતાની વાડીમાં ગાયની સેવા પુજા કરી પાલન પોષણ કરતા હોય છે. આ ગાય દશ વર્ષ પહેલા એટલે કે 2009ના વર્ષ દરમ્યાન વાછરડીને જન્મ આપ્યો હતો. વાછરડીને જન્મ આપ્યા બાદ આજ સુધી આ ગાય માતા વિયાઇ નથી પરંતુ છેલ્લા 10 વર્ષથી સતત અવિરત પણે દુધ આપે છે.
આજથી દશ વર્ષ પહેલા આ ગાયએ વાછરડીને જન્મ આપ્યા બાદ જે સ્થિતીમાં દુધ આપતી હતી એજ રીતે 10 લીટર દુધ દરરોજને માટે હાલમાં આપી રહી છે. ઇશ્વરના સાક્ષાત પરચો જોવા મળતો રહ્યો હોય તેમ ગાયમાતા જાણે કુદરતી રીતે સતત આટલા વર્ષથી દુધ આપતી હોય આ ગાયને દરરોજને માટે પુજા કરાય છે. અને તેને દરરોજ ખોળ અને લીલો ઘાસ તેમજ સુકો ઘાસ-ચારો ખોરાક આપવામાં આવે છે. આમ કુદરતની રીતે સતત દુધ આપતી હોવાથી ગામના તેમજ આજુબાજુની વાડી વિસ્તારના લોકો પણ આશ્વર્યમાં મુકાયા હતા.
આ ઘટના સંદર્ભે વેટરનરી તબીબ પી.ડી.લીંબાણીનો સંપર્ક કરતા જણાવેલ હતુ કે ગાય લાંબા સમય સુધી દુધ આપતી હોય છે. પરંતુ ગાય વિયાઇ હોય ત્યારથી સાત માસ સુધી રેગ્યુલર દુધ આપે છે. બાદ ધીમે ધીમે દુધ ઘટતુ જતુ હોય છે. પરંતુ આટલા વર્ષથી અંતસ્ત્રાવોના ફેરફારના કારણે ગરમી આવતી બંધ થઇ ગયેલ હોય આવા કુદરતી કેસો ભાગ્યેજ જોવા મળતા હોય છે. સતત 10 વર્ષથી દુધ આપતી આ ગાયની એક કુદરતની કરામત કહેવાય