ઇલેક્શન કમીશને કર્ણાટક વિધાનસભાની 224 સીટો માટે મંગળવારે તારીખોની જાહેરાત કરી. જોકે, રાજ્યમાં ભાજપની આઈટી સેલના હેડ અમિત માલવીયે પોતાના ટ્વિટર પર પહેલા જ જણાવી દીધું હતું કે આ તારીખે ચૂંટણી યોજાશે. દાવો સાચો સાબિત થતા કોંગ્રેસ વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ભાજપને સુપર ઇલેક્શન કમીશન કહ્યું.
1) વોટિંગની તારીખ સાચી નીકળી, મતગણતરીની તારીખ ખોટી
– અમિત માલવિયે પોતાના ટ્વિટમાં લખ્યું, કર્ણાટકમાં 12 મેના રોજ વોટિંગ થશે. 18 મેના રોજ પરિણામ આવશે.
– વોટિંગની તારીખ સાચી સાબિત થઈ પરંતુ પરિણામની તારીખ ખોટી. પરિણામ 15મેના રોજ જાહેર થશે.
2) હોબાળો થયો તો સ્પષ્ટતા કરી અને હટાવી દીધું ટ્વિટ
– મીડિયામાં અહેવાલો આવ્યા બાદ માલવીયે કહ્યું કે તેઓએ એક અંગ્રેજી ચેનલમાં જોઈને આ ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાનું ટ્વિટ કટાવી લીધું.
3) ઇલેક્શન કમીશને કહ્યું- સખત કાર્યવાહી કરીશું
– ઇલેક્શન કમીશનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ઇલેક્શન કમિશ્નરને માલવીયના દાવાને લઈને પત્રકારોએ સવાલ કર્યા. તેની પર તેમણે કહ્યું કે તેની તપાસ કરવામાં આવશે. સખત કાર્યવાહી પણ કરવામાં આવશે.