ગુજરાતમાં માસ્કનો દંડ હટાવવાને લઈને હાઈકોર્ટે કહી મોટી વાત….

ગુજરાત હાઈકોર્ટમાં આજે કોરોના વાયરસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકાર વતી એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત કરી હતી. લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે. તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું છે.

ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો કે શું તમામ લોકો માસ્ક પહેરી રહ્યા છે. ત્રીજી લહેર આવવાની શક્યતા છે, તો 50 ટકા પણ માસ્ક પહેરશે તો દંડ ઘટાડીશુ. 50 ટકા રસીકરણ થશે તો જ હાઈકોર્ટ આ મામલે વિચારણા કરશે.

જો કે, રાજયમાં નાઈટ કર્ફયુને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને કર્ફયુના સમયમાં ઘટાડો કરવા માટે રજૂઆત કરવામા આવી છે. એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરાઈ કે, કરફ્યૂનો સમય ઘટાડવા આવે. માસ્કના દંડ દ્વારા પોલીસ ઉઘાડી લૂટ ચલાવે છે. તેથી માસ્કના દંડની રકમ ઘટાડાય.

તમને જણાવી દઈએ કે, રાજયમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તેવો સરકાર દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આને લઈને આગોતરા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે.

કોરોનાને લઈ દરેક જરૂરી વ્યવસ્થાની અછત ન ઉભી થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, ધનવંતરી રથ સહિતની વ્યવસ્થા વધારવાનું આયોજન વિશે સોગંદનામામાં રજુઆત કરાઈ હતી.

Scroll to Top