ડોક્ટરને વોર્ડ બોયને ઠપકો આપવો પડ્યો ભારે, ડોક્ટરને થયું આવડું મોટું નુકસાન

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં ડો.કનુભાઇ જોઇતારામ પટેલ રહે છે અને રબારી કોલોની પાસે ગુજરાત હોસ્પિટલ નામથી દવાખાનુ ચલાવે છે. આઠ મહિના પહેલાં હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે પ્રમોદ ભીખાભાઇ ઠાકોરને નોકરી પર રાખ્યો હતો. પ્રમોદ રાઉન્ડ ધી ક્લોક હોસ્પિટલમાં રહેતો હતો.

જેથી કનુભાઇએ તેને હોસ્પિટલની તમામ જવાબદારી સોંપી હતી. પ્રમોદ કનુભાઈની ગેરહાજરીમાં તેના મિત્રોને લાવે બોલાવતો અને બેસી રહેતો હતો. જેથી કનુભાઈએ પ્રમોદને ખખડાવ્યો હતો. બીજા દિવસે

કનુભાઇ હોસ્પિટલ આવ્યા ત્યારે પ્રમોદ હાજર ન હતો અને ડ્રોઅરમાં પડેલા 30 હજાર અને બેંકની પાસબુક પણ ગાયબ હતી. જેથી ડોક્ટરે પ્રેમોદને ફોન કરતા તેને જણાવ્યું હતું કે, મારે તમારે ત્યાં નોકરી કરવી નથી. મારી પાસે પૈસા ન હતા જેથી 30 હજાર લીધા છે અને પાસબુક પણ મારી પાસે છે તે થોડા દિવસોમાં પરત કરી દઇશ. જેથી આ મામલે ડોક્ટરે કોઇને જાણ કરી ન હતી.

7 જુલાઇના રોજ બપોરે ડોક્ટરના મોબાઇલ પર બેંક ઓફ બરોડામાંથી 50 હજાર રૂપિયા ડેબીટ થયાનો મેસેજ આવ્યો હતો. પોતે પૈસા ન ઉપાડ્યા હોવાથી તેઓ બેંકમાં પહોંચ્યા હતા. ત્યારે સેલ્ફનો ચેક વટાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડોક્ટરે સીસીટીવી ફૂટેજ ચેક કરતા પ્રમોદ દેખાયો હતો.

બાદમાં તેમણે હોસ્પિટલમાં ચેક કરતા બે સહી કરેલા ચેક પણ ગુમ હતા. આ અંગે ચેક ચોરી કરી ઠગાઇ કરતા રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Scroll to Top