ઇન્સ્ટાગ્રામ પણ લાવશે Video Calling ફિચર

પોતાના યુઝર્સને ડાયરેક્ટ મેસેજ ફિચર ઉપલબ્ધ કરાવ્. બાદ હવે એવી માહિતી મળી છે કે ઇન્સ્ટાગ્રામ વિડિયો કોલિંગ ફિચર લાવવા માટે ટેસ્ટિંગ કરી રહ્યું છે. જો ઇન્સ્ટાગ્રામ આ ફિચર લાવશે તો આ ફિચર ઇન્સ્ટાગ્રામને લગભગ સ્નેપચેટ જેવું જ બનાવી દેશે કારણકે સ્નેપચેટ પહેલાથી જ યુઝર્સને ઓડિયો અને વિડિયો કોલ કરવાની સુવિધા આપે છે. જો કે કંપની તરફથી આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
આ વિડિયો કોલિંગ ફિચરની મદદથી યુઝર્સ ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજ થ્રેડ દ્વારા સીધો જ વિડિયો કોલ કરી શકશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની આંતરિક તપાસ દરમિયાન આ ફિચર જોવા મળ્યું છે. સાથે જ આ ફિચરને દર્શાવતો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે.
આ લીક થયેલા સ્ક્રીનશોટમાં ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજની ઉપર રાઇટ કોર્નર સાઇડ પર વિડિયો કોલ આઇકોન જોઇ શકાય છે.વિડિયો કોલિંગ કરવા માટે આ આઇકોન પર ટેપ કરવાનું રહેશે. સાથે જ કેટલાંક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વિડિયો કોલિંગ ફિચર આગામી કેટલાંક મહિનામાં એન્ડ્રોઇડ અને ios બંને ડિવાઇસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે આ ફિચર ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઇ માહિતી આપવામાં આવી નથી.