સેનાના શહીદ થયેલા જવાનના પરિવાર સાથે રક્ષા મંત્રાલય વિભાગનો ખૂબ જ અસંવેદનશીલ વલણ સામે આવ્યું છે. ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘર્ષણ દરમિયાન નદીમાં પડી જવાથી શહીદ થયેલા જવાનની માં એ પેન્શન માટે અવાજ ઊઠાવ્યો તો વિભાગે સ્પષ્ટ મા પાડી દીધી. કહ્યું કે જ્યાં સુધી મૃતદેહ મળશે નહીં ત્યાં સુધી પેન્શન સુવિધા મળશે નહીં. જ્યારે સેનાના જવાનને બેટલ ફીલ્ડમાં મૃત જાહેર કરી દેવામા આવ્યો છે તેમ છતાં પેન્શન વિતરણ ઓથોરિટીએ પેન્શન મંજૂર કરવાની ના પાડી દીધી. જેના કારણે જવાનની મા આમથી તેમ ભટકવા માટે મજબૂર થઇ ગઇ.
નિયમો પ્રમાણએ તૈનાતી સ્થળ પર હિમવર્ષા, પૂર વગેરેનો શિકાર થવા પર પણ એને યુદ્ધની ઘટના માનવામાં આવે છે. જ્યારે રક્ષા મંત્રાલય વિભાગે અલ્હાબાદના કાર્યાલય પેન્શનની મંજૂરી માટે જવાનની મા એ આવેદન કર્યું તો એને ફગાવી દેવામાં આવ્યું. તેમજ કારણ આપવામાં આવ્યું કે મૃતદેહ મળ્યો નથી જેના કારણે પેન્શનની મંજૂરી મળશે નહીં.