એક એવો દેશ જ્યાં અપાય છે દારૂ પીવાની સજા

ચીન વિશ્વનો એક એવો શક્તિશાળી દેશ છે જેની સરખામણી કરવી મુશ્કેલ છે. ચીનની નિતિઓથી લઇને તેની સંસ્કૃતિ સુધી તેની એક અલગ ઓળખ છે. મોટાભાગના લોકો ચીન વિશે જાણવા માટે તત્પર રહે છે પરંતુ ચીનની કેટલીક વાતો એવી છે જે જાણીને તમને કદાચ નવાઇ લાગશે.

ચીનમાં લોકોને ગમે તે સમયે સૂવાની પરવાનગી છે. આ ઉપરાંત ચીનમાં લોકો ગમે તે જગ્યાએ સૂઇ શકે છે. આશ્વર્યની વાત એ છે કે ચીનની શાળાઓમાં બાળકોને અડધો કલાક સુવાનો અલગથી સમય આપવામાં આવે છે. લોકો ગમે તે સ્થળે સૂઇ શકે છે પછી તે ઑફિસ હોય કે રેલવે સ્ટેશન.

ચીનમાં મોટાભાગના લોકો પોતાના બાળકોના નામ ઓલંપિક જેવી રમતોના નામ પર રાખે છે. ચીનના લોકોનું માનવું છે કે રમતો પર નામ રાખવાથી તેમના બાળક પર ભવિષ્યમાં તેની સારી અસર થશે. ઓલંપિક જેવી રમતોમાં સિદ્ધીઓ મેળવવાની જેમ જ ચીનના લોકો તેને સદભાગ્ય માને છે.

ચીનમાં મોટાભાગના લોકો એક જ સમયે રજાઓ ગાળવા માટે નીકળી પડે છે. ચાઇનિઝ ન્યુયર સમયે મળતી 40 રજાઓ દરમિયાન આશરે 3.7 મિલિયન લોકો ચીનમાં ક્યાંકને ક્યાંક ફરી રહ્યાં હોય છે.

ચીનમાં એન્જોય કરવા માટે જ દારૂ પીવામાં નથી આવતો. જો તમારો બોસ તમને દારૂ પીવાનું કહે તો તમારે ફરજિયાતપણે દારૂ પીવો પડે છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગની ઓફિસોમાં સજા તરીકે દારૂ પીવા માટે કહેવામાં આવે છે. આ અંહીની પ્રથા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here