IndiaNewsPolitics

જેનો રાજા વેપારી, તેની પ્રજા…! મોદી સરકારને 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી રૂપિયા 16.57 લાખ કરોડની કમાણી થઈ

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે પણ સરકાર લોકોને રાહત આપવાના કોઈ મૂડમાં નથી. મેટ્રો શહેરોમાં પેટ્રોલ 16થી 17 પૈસા અને ડીઝલ 19થી 20 પૈસા મોંઘુ થતા મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 86.72 અને ડીઝલનો ભાવ 75.54નો થઈ ગયો છે. સરકારે કહ્યું છે કે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. જો તેમ થશે તો સરકારની આવકમાં ગાબડું પડશે.કેન્દ્ર સરકારને 2016-17માં પેટ્રોલ-ડીઝલમાંથી 3.34 લાખ કરોડ અને રાજ્ય સરકારોને 1.89 લાખ કરોડની કમાણી થઈ હતી.

કેન્દ્ર સરકાર પણ પથ્થર દિલ- કહ્યું પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી નહીં ઘટે

2 વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક 15 લાખ કરોડને પાર કરી ગઈ છે. બીજી બાજુ રૂપિયો તળિયે જતાં ક્રૂડ ઓઈલનો ભાવ 80 સુધી પહોંચી ગયો છે. ઉપરથી ભાજપના પ્રવક્તા નલીન કોહલીએ કહ્યું છે કે ઇંધણના ભાવ વધે તે સારું છે. કારણ કે તેનાથી સરકારોની કમાણી વધે છે. તેમણે કહ્યું કે ભાવ વધાવાનું કારણ પૂરવઠો ઘટી રહ્યો છે. વેનેઝ્ુએલા, ઇરાન જેવા દેશમાંથી પુરવઠો ઓછો થયો છે.

પરિણામે ભાવ વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ દર પખવાડિયે નક્કી કરતી હતી. પરંતુ હવે દરરોજ આ ભાવ બદલાય છે. કારણ કે 8 વર્ષ અગાઉ કિરીટ પરીખ સમિતીએ પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણ મુક્ત કરવાની ભલામણ કરી હતી. આજે કિરીટ પરીખને એવું લાગે છે કે જો પેટ્રોલ-પેદાશ પરની એક્સાઈઝ ઘટાડવામાં આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ. 5 સુધી ઘટી શકે છે. તેમની દલીલ છે કે આજે અર્થતંત્ર 8.2%ના દરે વધી રહ્યું છે.

મોદી સરકારને 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી રૂપિયા 16.57 લાખ કરોડની કમાણી થઈ

જીએસટીની વસૂલાત વધી રહી છે. ત્યારે સરકારે પોતાના નફાનો કેટલોક હિસ્સો ગુમાવવાની તૈયારી રાખવી જોઈએ. નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર મોદી સરકારના 4 વર્ષમાં સરકારને 16.17 લાખ કરોડની કમાણી થઈ છે. લોકસભામાં ફેબ્રુઆરી 2018માં એક સવાલના જવાબમાં નાણારાજ્યમંત્રીએ કહ્યું હતું કે 2015-16 અને 2016-17માં સરકારની કુલ આવકમાંથી 25%નો હિસ્સો પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સનો હતો. જ્યારે 2014-15 અને 2013-14માં આ હિસ્સો માત્ર 9-10% જેટલો જ હતો.

રૂપિયો 71.58ના તળિયે પહોંચ્યો

બીએસઇ સેન્સેક્સ બે દિવસમાં 487.15 પોઇન્ટના ઘટાડા સાથે 38157.92 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ ગઇકાલે 71.28ની અને આજે 71.58ની નવી નીચી સપાટીએ પહોંચ્યો છે. બે દિવસમા જ ડોલર રૂપિયા સામે 58 પૈસા મજબૂત થયો છે. FIIની વેચવાલીને પગલે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 11500 પોઇન્ટની સપાટી તોડી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker