આ દુનિયામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે લાંબા સમય સુધી જીવંત રહે, પરંતુ ભાગદોડ વાળી જિંદગીમાં, ચિંતા અને અન્ય કારણોસર આ સપના અધૂરા રહી જાય છે. પરંતુ આ દુનિયામાં એક એવું ગામ છે જ્યાં રહેતા લોકોની ઉંમર વધારે હોય છે. જી હા આ એકદમ સાચું છે. ચાલો જાણીએ તે જગ્યા વિશે અને તેની પાછળનું શું છે રહસ્ય.
આપણે જે ગામની વાત કરી રહ્યા છીએ તે ઇંગ્લેન્ડમાં છે. અહીં પર આવેલ ડેટલિંગ અને થર્નહૈમ કેન્ટમાં આવેલા બંને ગામોમાં લોકો અણધારી રીતે લાંબુ જીવન જીવે છે. એક રિપોર્ટ અનુસાર આ બે ગામની મહિલાઓની સરેરાશ ઉંમર 95 વર્ષ છે. અહીં પુરુષોની સખામણીમાં મહિલાઓ વધુ જીવે છે. જો આપણે સમગ્ર બ્રિટનની વાત કરીએ તો અહીંના લોકોની સરેરાશ ઉંમર 83 વર્ષ છે. ઇંગ્લેન્ડના આ બંને ગામોમાં મહિલાઓની ઉંમર 12 વર્ષ કરતાં વધુ હોય છે, જ્યારે પુરુષો અહીં ઓછામાં ઓછા 86 વર્ષ જીવે છે.
તમને જાણીને વિશ્વાસ નહીં થાય, પરંતુ ઇંગ્લેન્ડમાં આ ગામના લોકો સૌથી વધુ સમય સુધી જીવતા રહે છે. આ ગામમાં પબ્સ અને કાર્યસ્થળો પર ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ રાખવામાં આવેલ છે. આ ગામના લોકો એટલા જાગૃત છે કે દેશભરમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો તેના સાત વર્ષ પહેલા અહીં પબ્સ અને કાર્યસ્થળોમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, ડિટલિંગ નોર્થ ડાઉન્સના ટીલો પાસે આવેલું છે. જ્યાં લગભગ 800 લોકોની વસ્તી છે. આ ગામના ઘણા લોકોના નામ બ્રિટનના સૌથી વૃદ્ધ લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ગામની મહિલાઓની સરેરાશ ઉંમર 95 વર્ષ છે, જ્યારે બ્રિટનમાં લોકોની સરેરાશ ઉંમર માત્ર 83 વર્ષ છે.
કહેવામાં આવે છે કે આ ગામના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ જાગૃત છે. તેમના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી રાખે છે. સૌથી મોટી વાત એ છે કે આ ગામમાં જ 8 ડોક્ટર છે. જેના કારણે લોકોને સરળ આરોગ્ય સુવિધાઓ મળે છે. ગામમાં કુદરતી જળાશય છે જેનાથી અહીંના ગામના લોકોને પાણી મળે છે. આ કારણે અહીં સ્વચ્છ પાણીની પણ કોઈ સમસ્યા નથી.