આપણે જાણીએ છીએ કે બહુજ બધા લોકો ને બિલાડીઓ પસંદ હોય છે.લોકો ઘર માં પાલવે છે. કહેવાય છે કે બિલાડીઓને હંમેશા ખરાબ સંકેત અને દુર્ઘટના તરીકે પણ જોવામાં આવે છે.
એવું પણ માનવામાં આવે છે કે બિલાડી નું ઘર ની ચાર દીવાલો ની અંદર મરવુ ખરાબ તાકાતો ને ઘર માં બોલાવાનો મોકો આપે છે.યુરોપિયન લોકો બિલાડીને ડાકણોના રૂપ માને છે.
યુરોપ માં કહે છે કે જો તમારા કારણથી બિલાડી મરી જાય છે તો એનો મતલબ એ હોય છે કે તમે ડાકણ ને પોતાનો દુશ્મન બનાવી લીધો છે.અને એક ડાકણ 9 વાર એક બિલાડી ના રૂપ માં જન્મ લઈ શકે છે. ઇજિપ્ત માં તેને શુભ માનવામાં આવે છે.
ત્યાં ના લોકો નું માનવું છે કે બિલાડી ને એક પરોપકારી સિંહણ ના પૂર્વજન્મ ના રૂપ માં માનવામાં આવે છે.જાપાન માં બિલાડી માટે લોકો નું માનવું છે.
કે જો કાળી બિલાડી દેખાય જાય તો તેમનો દિવસ સારો જશે.એવું કહેવામાં આવે છે કે જો કોઈ બીમાર બાળક કાળી બિલાડી ને જોઈ લે છે,તો એવું માનવામાં આવે છે કે તેની જલદી થી તેની બીમારી ઠીક થઈ જશે.
આયર્લેન્ડમાં,એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કાળી બિલાડીને મારી નાંખે છે, તો તેને 17 વર્ષ માટે ખરાબ નસીબનું જીવન જીવવુ પડશે.
જો ચાંદની રાત્રે કાળી બિલાડી કોઈ નો રસ્તો કાપી જાય છે તો જલદી થી તેનું મૃત્યુ થઈ જાય છે.
એવું પણ માનવામાં આવે છે કે જો તાજેતર માં કોઈ નું મૃત્યુ થયું છે તો તેની આજુ-બાજુ બે બિલાડીઓ ઝઘડતી જોવા મળે તો તેનો અર્થ એ છે કે શેતાન અને ફરીસ્તા તેની આત્મા ની મુક્તિ માટે ઝઘડી રહ્યા હોય.