વડાપ્રધાને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠકઃ આટલા મુદ્દાઓ પર થઈ ચર્ચા…

કોરોના વાયરસ સંકટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદી સાથે આ બેઠકમાં તમિલનાડુ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સામેલ થયા હતા.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તમામ રાજ્ય સરકારોએ આ સંકટના સમયે એક બીજા સાથે શીખવાનો પ્રયાસ કર્યો છે. અમે આ સમયે એવા સમય એવા વળાંક પર છીએ, જ્યા ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક રાજ્યમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય છે.

પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા એક અઠવાડિયામાં 80 ટકા કેસ આ 6 રાજ્યમાં છે. પીએમ મોદીએ કહ્યુ કે મહારાષ્ટ્ર, કેરળમાં વધતા કેસ ચિંતાનો વિષય છે, આ તમામ બીજી લહેર પહેલાના લક્ષણ છે. આપણે ફરી એક વખત ટેસ્ટ, ટ્રેક અને રસીની રણનીતિ પર આગળ વધવુ પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જ્યા સંક્રમણ વધુ છે, ત્યા વેક્સીનેશન ઘણુ મહત્વનું છે. ટેસ્ટિંગમાં સૌથી વધુ RT-PCR ટેકનીક પર ભાર આપવો જોઇએ. તમામ રાજ્યમાં આઇસીયુ બેડ્સ, ટેસ્ટિંગ ક્ષમતા વધારવા માટે ફંડ આપવામાં આવી રહ્યુ છે. કેન્દ્રએ 23 હજાર કરોડનું ફંડ છે, તેનો ઉપયોગ કરવો જોઇએ.

કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે તાજેતરના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી બેઠક છે, કેટલાક દિવસ પહેલા જ પીએમ મોદીએ પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.

મહત્વપૂર્ણ છે કે દેશમાં અત્યારે કોરોનાના આશરે સાડા ચાર લાખ એક્ટિવ કેસ છે. કેરળ અને મહારાષ્ટ્ર એવા રાજ્ય છે, જ્યા સૌથી વધુ એક્ટિવ કેસ છે. બન્ને રાજ્યમાં એક એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સિવાય કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ પણ તે રાજ્યમાં સામેલ છે જ્યા કોવિડ ચિંતા વધારી રહી છે.

Scroll to Top