ચંબલના બીહડોમાં આવા ઘણા કુખ્યાત ડાકુઓ થયા જેમનો આતંક 50-50 વર્ષો સુધી રહ્યો છે. પુતળીબાઈ, ફુલન દેવી અને કુસમા નાઈન સહિત ઘણી એવી મહિલાઓ પણ છે જેમને ઘણા વર્ષો ચંબલમાં રાજ કર્યું છે. આજે આપણે જે દસ્યુ સુંદરીનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તે ઉત્તર પ્રદેશથી સંબંધ રાખતી હતી અને ક્યારેક તેની ધાક ચંબલ અને આસપાસના વિસ્તારોમાં પણ ઘણી વધારે હતી. ઇટાવા જિલ્લાના ભરેહ ગામમાં રહેતી એક યુવતી લવલી પાંડેના લગ્ન વર્ષ 1992 માં થઇ ગયા હતા.
પરંતુ લગ્નના થોડા દિવસો બાદ જ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. પિતાનું મૃત્યુ અને પતિના છૂટાછેડાએ લવલી પાંડેને ઘણું દુઃખ પહોચાડ્યું હતું. ત્યારે તેની જિંદગી કોઈને કોઈ રીતે ચાલી રહી હતી, અને તે દરમિયાન એક દિવસ કોઈક રીતે તેની મુલાકાત દસ્યુ સરગના રજ્જન ગુર્જરને સાથે થઇ. આ મુલાકાત પછી ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવી ગયા. ત્યારે ગામમાં આ બંનેના સંબંધોને લઈને ઘણા પ્રકારની વાતો થવા લાગી હતી.
કહેવામાં આવે છે કે ગામ વાળાની વાતને ટાળીને એક દિવસ ભરેહના એક મંદિરમાં બીજા ઘણા ડાકુઓની હાજરીમાં લવલી પાંડે અને રજજન ગુજરએ લગ્ન કરી લીધા હતા. હવે લવલી પાંડે પણ રજ્જન ગુર્જર સાથે બીહડમાં રજજન ગુજર સાથે હતી અને ડાકુ બની ગઈ હતી. કહેવામાં આવે છે કે દસ્યુ સુંદરી બન્યા પછી લવલી પાંડેનો આતંક દૂર દૂર સુધી ફેલાય ગયો હતો. એક સમય એવો હતો જ્યારે તેના આતંકથી બીહડ હચમચી જતું હતું.
વર્ષ 1999 માં રિટાયર્ડ હેડ માસ્ટર રામસ્વરૂપ શર્માના અપહરણમાં લવલી પાંડેનું નામ બહાર આવ્યું હતું અને આ ઘટનાથી તે ઘણા ચર્ચામાં આવી ગયા હતા. ડાકુઓની પકડમાંથી છૂટયા પછી રામસ્વરૂપ શર્માએ જણાવ્યું હતું કે ખંડણી માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. એક છાપેલ લેટર પેડ જેના પર રજજન સિંહ અને લવલી પાંડેનું નામ અને સરનામું લખ્યું હતું, પરંતુ તેમને પત્ર લખીને 6 લાખની ખંડણી માંગવામાં આવી હતી.
કહેવામાં આવે છે કે લવલી પાંડેની ગેંગ લૂંટફાટ, અપહરણ અને હત્યા જેવી અનેક ઘટનાઓ દ્વારા આતંક ફેલાવતો હતો. અપહરણમાં ખંડણી માંગવા માટે લૂંટારુઓ તેમની ગેંગના લેટર પેડનો ઉપયોગ કરતા હતા, જેમાં તેમની મહોર (સીલ) પણ લાગેલી રહેતી હતી. આતંકનો પર્યાય બની 50 હજારની આ ઈનામી આ દસ્યુ સુંદરી 5 માર્ચ 2000 ના રોજ તેના પ્રેમી રજ્જન ગુર્જર સાથે પોલીસ એન્કાઉન્ટરમાં મરી ગઈ હતી.