ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સામાન્યથી મધ્યમ વરસાદની વરસી શકે છે. જયારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે. આગામી 4 અને 5 જુલાઈના રોજ વરસાદની તીવ્રતા વધવાની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 102.5 મીમી વરસાદ નોંધાયો છે.
આગાહી હવામાન વિભાગે વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. જુલાઈમાં સામાન્ય 94થી 106 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે ગુરુવારે જુલાઈ મહિનામાં વરસાદ અંગે આગાહી કરી છે. આઇએમડીએ જણાવ્યું છે કે જુલાઇમાં દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે, વિભાગે કહ્યું કે, આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ‘લૂ’ ની પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં મોટાભાગના સ્થળોએ હીટવેવની સ્થિતિ નોંધાઈ હતી. બુધવારે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના સ્થળોએ ગરમી જોવા મળી. નોંધનીય છે કે દેશના સમગ્ર મેદાની વિસ્તારોમાં તાપમાન છેલ્લા કેટલાક દિવસોમાં 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.