આ બોલીવુડ સ્ટારના લગ્નની તારીખ થઈ નક્કી, જાણો ક્યારે ફરી શકે છે ફેરા

બોલીવુડના લવબર્ડ રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણની જોડીને ઓનસ્ક્રીનની સાથે ઓફસ્ક્રીન પણ ફેન્સ ઘણી પસંદ કરે છે. તાજેતરમાં જ બંનેના લગ્નને લઈ અટકળો વધી ગઈ છે.

પિંકવિલ ના અહેવાલ મુજબ બંનેના પરિવારોએ મળીને વર્ષના અંતની ચાર તારીખો ફાઇનલ કરી છે. જે પૈકી એક તારીખ પર રણવીર-દીપિકાની મહોર લાગવાની બાકી છે. રણવીર-દીપિકાના પરિવારજનોએ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાની તારીખો ફાઇનલ કરી છે.

બંને સ્ટાર્સના મેરેજ હિન્દુ રિતરિવાજ મુજબ થશે. તારીખની સાથે વેન્યૂ પણ લગભગ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેમાં બંનેના નજીકના પરિવારજનો અને મિત્રો સામેલ થશે. થોડા દિવસો પહેલા દીપિકા તેની માતા સાથે જ્વેલરી શોપિંગ કરતી જોવા મળી હતી. ઉપરાંત તેની માતા અને બહેન પણ શોપિંગ કરી રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ રણવીર અને દીપિકા અનુષ્કા શ્રમાની જેમ જ ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છે છે. પરંતુ આ માટે બંનેના પેરેન્ટ્સ તૈયાર નથી અને મુંબઈમાં જ લગ્ન યોજાશે તેમ કહેવામાં આવી રહ્યું છે. હાલ દીપિકા તેના બેકપેનના કારણે ફીઝિયોથેરપી લઇ રહી છે. રણવીર ગલીબોયના શૂટિંગમાં વ્યસ્ત નજરે પડી રહ્યો છે.

આ હોટ એક્ટ્રેસનું નકલી આધાર કાર્ડ બનાવીને બીજી એક્ટ્રેસે ફાઈવ સ્ટારમાં રૂમ કરાવ્યો બુક, ને કર્યા બે કલાક જલસા..

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here