દુનિયાના સૌથી શક્તિશાળી ચુંબકને એક્સપેરિમેન્ટર ફ્યુઝન રિએક્ટર ITER ના કોરમાં ઉપયોગ કરવા માટે ફ્રાંસ મોકલવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, આઈટીઈઆર આપણા સૂર્યના કેન્દ્રમાં દેખાયેલી પ્રક્રિયાને દોહરાવીને ઔદ્યોગિર રીતે સંલયન ઉર્જા બનાવવાની તાકાત પ્રદાન કરશે. આ ચુંબકને સેન્ટ્રલ સોલાનોઈડ નામથી ઓળખવામાં આવે છે. આ કૃત્રિમ ચુંબકની તાકાત ધરતીના મેગ્નેટિક ફિલ્ડથી 2,80,000 ગણી વધારે છે.
આ મેગ્નેટનું નામ સેન્ટ્રલ સોલેનોયડ છે અને આને અમેરિકાના શહેર કેલિફોર્નિયામાં બનાવવામાં આવી રહ્યું છે અને હવે તેને ફ્રાન્સ મોકલવામાં આવશે. આ વિશાળકાય મશીનને બનાવવામાં ચીન, જાપાન, કોરિયા, ભારત, રશિયા, યુકે, સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોથી પણ ફંડિંગ લેવામાં આવી છે અને આ મશીન 75 ટકા સુધી પૂર્ણ થઈ ચુક્યું છે. આ મેગ્નેટ અને બાકી તમામ ચીજોને એક સાથે જોડવાથી ITR ટોકમેક નામની આ મશીન તૈયાર થઈ જશે. વર્ષ 2025 સુધી આમાં પહેલીવાર પ્લાઝ્મા જનરેટ કરવામાં આવશે.
આ ચુંબકનું નિર્માણ અમેરિકાની પ્રસિદ્ધ હથિયાર નિર્માતા કંપની જનરલ એટોમિક્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ જ કંપનીએ એમક્યૂ-9 પ્રીડેટર જેવા કેટલાય ઘાતક ડ્રોન અને બીજા યુદ્ધક હથિયારોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં જનરલ એટોમિક્સ ફેક્ટરીમાં બનેલા આ મહાશક્તિશાળી ચુંબકને ફ્રાન્સમાં આઈટીઈઆર નિર્માણ સ્થળ પર મોકલવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આનું પ્રથમ મોડ્યુલ આ જ મહિને રવાના થશે જ્યારે બીજું મોડ્યુલ ઓગસ્ટમાં મોકલવામાં આવશે.