અમદાવાદમાં આવેલા જમાલપુર વિસ્તારમાં વૈશ્યસભા પાસે જાનમાં આવેલા શખ્સ પર પાડોશીએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે, આ મૃતક લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યો હતો. તે બહારની જગ્યાએ નાહતો હતો ત્યારે આસપાસના લોકો અને મહિલાએ વિરોધ કર્યો હતો. જેની અદાવત રાખીને તેના પર હુમલો કરતા મોત નિપજયું હતું. હાલ આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વૈશ્યસભા પાસે આજે બપોરે 3 વાગ્યાના અરસામાં 45 વર્ષીય રમેશ નામના યુવક પર ચિરાગ નામના યુવકે હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રમેશ લગ્નમાં આવ્યો હતો પણ ચિરાગના ઘરની બહાર નાહતો હતો, જેનો વિરોધ કર્યા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
પીઆઇ એસ જે બલોચના જણાવ્યાં મુજબ જમાલપુર વૈશ્ય સભા પાસે જાહેરમાં બપોરે રમેશ ચિરાગના ઘરની બહાર નાહતો હતો. જેથી મહિલાઓ અને ચિરાગે તેને ઠપકો આપ્યો અને તે બાબતે બંને વચ્ચે બોલચાલીમાં ચિરાગે તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો. મૃતક રમેશ ત્યાં નજીકમાં લગ્નમાં જાનમાં આવ્યો હતો અને તે દરમિયાન ઘટના બની હતી. તે બાબતે તપાસ ચાલી રહી છે.