મોરબી જીલ્લામાં કોરોના કાળમાં નાના ધંધા કરનાર અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. જ્યારે મોરબીમાં આવેલા કમોસમી વાવાઝોડા અને જીવલેણ કોરોનાના કારણે અનેક ખેડૂતોના તૈયાર થયેલા પાકો પર પણ ટાઉતે વાવાઝોડાના કારણે ઘણું નુકશાન થયું છે. ખેડૂતો મુશ્કેલીથી કંટાળીને જીવ ગુમાવી રહ્યા છે. જ્યારે મોરબીના હળવદ તાલુકાના અજીતગઢ ગામના ખેડુતે આ કારણોસર જીવ ગુમાવી દીધો છે. જ્યારે તેણે સુસાઈડ નોટ લખ્યું છે કે, જેમાં પાણીથી તેના જીવનને જીવન દાન મળે છે તેમાજ જળ સમાધિ લઈને હું મોતને વ્હાલું કરું છું.
જ્યારે મોરબી જીલ્લાના હળવદના અજીતગઢ ગામના ખેડૂતે પોતાનું દર્દ ઠાલવતા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. જેના કારણે હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અજીતગઢ ગામમાં રહેનાર રમેશભાઈ પ્રભુભાઈ લોરીયા નામનાં ખેડૂતે નર્મદા કેનાલમા ઝંપલાવી આપઘાત કરી લીધો છે.
આ ખેડૂત આર્થિક તંગીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડુતની પાસે ખેતી કરવા માટે પૈસા નહોતા અને આર્થિક તંગીના કારણે ખેડૂતે નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ખેડૂતની પાસે દવા લેવાના પણ પૈસા નહોતા રહ્યા જેના કારણે તેમને આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની સાથે સુસાઇડ નોટ પણ મળી આવી હતી, તેમાં તેમને આપઘાત કર્યો તે પરિવારને જાણવા મળી ગયું હતું. જ્યારે હળવદ પોલીસે આ સુસાઇડ નોટ કબ્જે કરતા ખેડૂતનાં મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી દીધો હતો. જ્યારે આ બાબતમાં હળવદ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ખેડૂતે સુસાઈડ નેટમાં જણાવ્યું છે કે, ‘હે અલખધણી મારા જેવું દુ:ખ કોઈને ન આપતો, કાકા મને માફ કરજો, તમને નીરાધાર મૂકીને હું હાલી ગયો તમે બધાને હિમ્મત આપજો. બા મને માફ કરજો હું તમારો ગુનેગાર છુ, તમે મજૂરી કરીને મોટો કર્યો પણ મેં તમને આવું દુખ આપ્યું. ઉત્સવ બધાને બેટા હિંમત આપજે બધાનું ધ્યાન રાખજે. મોટા ભાઈ કીષાનું ધ્યાન રાખજો. ભાભી મારી દીકરી કીષાને લાડકોડથી ઉછેર કરજો.
જ્યારે તેમને એ પણ જણાવ્યું છે કે, નેન્સી બેટા મને માફ કરજે હું તને ભણાવી શક્યો નહીં બેટા મને માફ કરજે, સના મને માફ કરજે મારી દીકરી હું તને ભણાવી ન શક્યો. કનીર હુ તને ભૂલી શકુ એમ નથી દીકરા તારા કોડ મે પુરા કર્યા નથી, તારૂં અને મારૂં આટલું જ લેણું હશે.
તેના સિવાય તેમને એ પણ જણાવ્યું કે, હે ઈશ્વર જીવતા મારી પ્રાર્થના સાંભળી નથી પણ મરતા મરતા પ્રાર્થના કરું છું મારા દીકરાની લાજ રાખજે..હે ઈશ્વર, હે પ્રભુ મારી આટલી પ્રાર્થના સાંભળજે આ ફાયટું એનું થીગડું તું જ મારી શકીશ. હે અલખધણી તું મારા દીકરાની લાજ રાખજે.