જમ્મુના એરફોર્સ બેસ પર રવિવારે થયેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હોઇ શકે છે. જમ્મુ કાશ્મીરના પોલીસ વડાએ મંગળવારે આ વાત કહી છે. જમ્મુ કાશ્મીરના પોલીસ ચીફ દિલબાગ સિંહે કહ્યુ કે સોમવારે મિલિટ્રી વિસ્તારમાં જોવા મળેલા ડ્રોનની પાછળ પણ આ સંગઠન હોઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ એરબેસમાં ડ્રોન એટેકની તપાસ NIAને સોપવામાં આવી છે.
સિંહે કહ્યુ, શરૂઆતની તપાસથી ખબર પડે છે કે જમ્મુ એરબેસ પર હુમલામાં લશ્કરનો હાથ હોઇ શકે છે. તેમણે કહ્યુ, કાલૂચકમાં જે રીતની ગતિવિધિ જોવા મળી છે તેમાં પણ આ સંગઠનનો હાથ હોવાનો શક છે. કાલૂચક સેન્ય સ્ટેશન પાસે સોમવારે બે ડ્રોન જોવા મળ્યા હતા. જવાનોની ફાયરિંગ કર્યા બાદ ડ્રોન ભાગી ગયા હતા.
પોલીસ અનુસાર, એક વ્યક્તિ 4 કિલો વિસ્ફોટક ઉપકરણ સાથે ઝડપાયો હતો, જેની પૂછપરછમાં ઘટનામાં લશ્કર-એ-તૈયબાની લિંક હોવાના સંકેત મળ્યા છે.જમ્મુમાં વાયુ સેના સ્ટેશન પર રવિવાર સવારે બે વિસ્ફોટોના કેટલાક કલાક બાદ બનિહાલના એક 22 વર્ષીય શંકાસ્પદ નદીમ ઉલ હકની ધરપકડ કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે કોઇ ભારતીય સેન્ય સુવિધા પર ડ્રોનથી હુમલાની આ પ્રથમ ઘટના છે.
સિંહે કહ્યુ, તેમની પૂછપરછમાં અમને લશ્કરનો હાથ હોવાની વાત લાગી રહી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિ પાસેથી 4 કિલો આઇઇડી (ઇમ્પ્રોવાઇજ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં તે એક સિવિલિયન એરિયામાં લાગવાનો હતો.