કુદરતે જે શરીર આપ્યું છે એમાં વગર કોઈ કારણે ફેરફાર કરવાનો આપણે હક્ક કેટલો? ઈશ્વરની બનાવેલી રચનામાં ફેરફાર કરનારનું થાય છે શું? માત્ર સુંદર દેખાવવા માટે થઈને શરીરમાં કરવામાં આવતી સર્જરીઓ દુનિયા માટે કેવો હાસ્યાસ્પદ અને જે-તે વ્યક્તિ માટે કેવો ચિંતાગ્રસ્ત દેખાવ લઈને આવે છે? આ સમૂળગા પ્રશ્નો પૂછવાનો આશય જવાબ માંગવાનો નથી.
વાત કરવી છે બોલિવૂડ-હોલિવૂડની અમુક અભિનેત્રીઓની, જેણે હતી તેનાથી વધારે સુંદર દેખાવવા માટે પોતાના દેહ પર કાપ મૂક્યા, પ્લાસ્ટિક સર્જરીઓ કરાવી. પણ આખરે હાલત શી થઈ? એ નીચે તમે જાતે જ આ ફેમસ એક્ટ્રેસોના સર્જરી પૂર્વેના અને સર્જરી બાદના ફોટાઓ જોઈને નક્કી કરી લેજો.
આજકાલ તો જેને ઘરમાં ખાવામા ધાંધિયા છે એ લોકો પણ પોતાના મનપસંદ એક્ટર કે અક્ટ્રેસ પ્લાસ્ટિક સર્જરી કરાવે એટલે ઘરમાં જે એકાદો દાગીનો હોય તે વેંચીને પોતે પણ સકલ ફેરવી નાખવા ડોક્ટરોના ચિપિયાઓ દેહ પર ફેરવે છે. હદ છે! નીચેના ફોટા જોઈ લો :
રાખી સાવંત
બોલિવૂડની આ એક્ટ્રેસે લૂક બદલવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી. તમે સર્જરી પહેલાનો અને બાદનો ફોટો જોઈને કહી દો કે, રાખીબેન લૂક બદલીને ખાટી ગયાં કે ખોટકાઈ ગયાં?
પામેલા એન્ડરસન
કેનેડાની આ ફેમસ એક્ટ્રેસે સુંદર દેખાવવા માટે ચહેરા પર દાક્તરી રેણીયું ફેરવ્યું એ પછી એ સુંદર દેખાણી? કે પહેલાં હતી એ જ સ્વપ્નસુંદરી સમાન હતી?
લિંડસે લોહાન
અમેરિકન પોપ સિંગર, મોડેલ અને એક્ટ્રેસ સહિતની ભૂમિકાઓમાં સફળ થનાર આ બેનનો સર્જરી પહેલાનો લૂક જુઓ અને પછીનો લૂક જુઓ. ફરક તો દીખેગા હી!
ડોનાટેલા વર્સેસ
ઇટાલીની આ બહુ જાણીતી ફેસમ ડિઝાઇનર છે. ચહેરાનો ફેરફાર કેવો લાગે છે?
આયેશા ટાકિયા
‘યે દિલ માંગે મોર’, ‘ડારઝન-ધ વન્ડર કાર’, અને ‘વોન્ટેડ’ જેવી ફિલ્મોમાં એક વખત આ અભિનેત્રી ચમકી હતી ત્યારે કેવી અપ્સરા જેવી દેખાતી હતી! શું જરૂર હશે એમને સર્જરી કરાવવાની?
લોરેન ગુજર
એક પ્રખ્યાત ટીવી સ્ટાર તરીકે લોરેન ગુજરનું નામ છે. એમની આસપાસ અમુક વિવાદોએ પણ જાળું ગુંથ્યું હતું. જો કે, આપણે અહીઁ માત્ર એમના ફોટાની સરખામણી જોવાની છે.
ઠીક છે, તો જોઈ લીધું? કુદરત જે આપે એને જ વધારે ઊંચુંનીચું થયા વગર અપનાવી લો તો બહુ સારું. બાકી, અમુક સર્જરીઓ પણ હોય છે – હાથે કરીને હવાડામાં પડવું હોય તો.
Leposection: આ સર્જરી ગળાના ભાગમાં, સાથળમાં કે ગાલ જેવી જગ્યાઓ પર ચરબીનો વધારે પડતો થર જામ્યો હોય તેને ઉખાડી લે છે. ખબર નહી જાડામાંથી ઝીણા બનવામાં લોકો માખણના પીંડા શા માટે ઉતારતા હશે? ચરબી ઘટાડવાનું સૌથી અસરકારક માધ્યમ કસરત છે એ ના ભૂલશો. આવું બધું પૈસો પણ ખાય ને વળી કોઈ ગેરેન્ટી તો ના જ હોય કે તમે સારા દેખાશો.
Nose Job: આ સર્જરી દ્વારા લોકો નાકની નમણાઈને બનાવવા નાક પર ઓપરેશન કરાવે છે. અત્યંત નાજુક હાડકીઓ રખે ને ઓપરેશનમાં ભાંગી ગઈ તો પછી પત્યું! દલપતરામનું શિયાળ આખી જીંદગી ‘પોપટની ચાંચ વાંકી…’ કહેતું રે’વાનું!
બ્રેસ્ટ ઇમ્પલાન્ટ: ગંભીર બાબત કહેવાય કે, માત્ર સુંદર દેખાવવા માટે થઈને દર વર્ષે અંદાજે ૨ લાખ જેટલી સ્ત્રીઓ પોતાના સ્તન સાથે છેડા કરે છે! બ્રેસ્ટ ઇમ્પલાન્ટની સર્જરી પીડા ઉપાડે છે અને પછી ફરીવાર આ સર્જરી કઢાવ્યે જ છૂટકો!
આનાથી બચવું હોય તો? આપણા ગ્રંથો ચોખ્ખું જ કહે છે કે, દેખાવની પાછળ ના દોડો – સુધારવું હોય તો મન સુધારો! સિમ્પલ!