મોદી સરકારે સાત વર્ષમાં કર્યા આ મહત્વપૂર્ણ સુધારા, દેશમાં ધંધો કરવો બન્યો વધુ સરળ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ રીતે પહેલા અને અત્યારસુધીમાં બીજા કાર્યકાળને જોડવામાં આવે તો મોદી સરકારના કુલ સાત વર્ષ પૂરા થયા છે. આ સાત વર્ષોમાં, કેન્દ્ર સરકારે દેશમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસને (Ease of Doing Business) પ્રોત્સાહન આપવા માટે ઘણા મોટા પગલા પણ લીધા છે. આ કડીમાં સરકારે ઘણા એવા વિધાયી પગલાં પણ લીધાં છે, જેનાથી દેશમાં ધંધો કરવો સરળ બન્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ સંદર્ભમાં ઘણી ઇન્ફોગ્રાફિક્સ બહાર પાડવામાં આવેલ છે.

સરકારે કહ્યું છે કે ઇઝ ઑફ ડુઇંગ બિઝિનેસને સરળ બનાવવા માટે તેમને આ પગલાં લીધાં છે:

1. ઇનસૉલવેંસી અને બેંકરપ્સી કોડ 2016 (IBC) અને તેના પછી તેમાં કરવામાં આવેલ સંશોધનથી દેવાની પ્રક્રિયાથી જોડાયેલ કેટલીક ખાસ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ મળી. સાથે તેમાં કોર્પોરેટ ઇનસૉલવેંસી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) ને પણ મજબૂત બનાવશે.

2. આઇબીસી, 2016 હેઠળના કોર્પોરેટરો માટે ડિફોલ્ટ મર્યાદા 1 લાખ રૂપિયા હતી. PM Garib Kalyan Package હેઠળ તેને વધારીને એક કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.

3. IBC (Amendment) Act, 2020 થી CIRP હેઠળની કાર્યવાહીથી હંગામી રાહતની જોગવાઈ મળી જાય છે. આ કોવિડ -19 થી પ્રભાવિત કંપનીઓ માટે આ એક ખૂબ જ રાહતનું પગલું છે.

4. કંપનીઓ (સુધારો) અધિનિયમ, 2019 થી એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મજબૂતાઈ મળી છે.

5. કંપની અધિનિયમ, 2013 હેઠળના ટેક્નિકલ અને પ્રોસેસ સંબંધિત ઉલ્લંઘનને ગુનાની સૂચિમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

આ સાથે સરકારે કહ્યું છે કે નિકાસકારો માટે ‘નિર્વિક’ નામની એક નવી નિકાસ ક્રેડિટ વીમા યોજના લાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત, બેંકો દ્વારા નિકાસ ધિરાણ માટેનું વીમા કવચ 60 ટકાથી વધારીને 90 ટકા કરી દેવામાં આવ્યું છે. આનાથી પણ ઇઝ ઑફ ડુઇંગ બિઝિનેસને વેગ મળ્યો છે.

બીજી તરફ ઇ-ગવર્નન્સ દ્વારા વ્યવસાયની સુવિધા માટે સરકારે વિવિધ પગલાં લીધાં છે. આ અંતર્ગત બધી નિકાસ પ્રોત્સાહન યોજનાઓ ઑનલાઇન શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત આયાત મોનીટરીંગ સિસ્ટમ માટે ઑનલાઇન આંતર-મંત્રાલયી સલાહકાર મોડ્યુલ લાગુ કરવામાં આવ્યું છે. બીજી એક સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ હેઠળ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ (ECOO) દ્વારા ઓરીજનલ ડિજિટલ સર્ટિફિકેટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

Scroll to Top