ભારતમાં કોરોનાની બીજી લહેર હજી તો માંડ પતી છે ત્યાં જ વિશ્વ આખા સમક્ષ કોરોનાની ત્રીજી લહેરનું સંકટ ઉભું થયું છે. ભારત સિવાયના દેશોની વાત કરીએ તો બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર ભયાનક રીતે આવી પહોંચી છે. ૧૮ ફેબ્રુઆરીએ એક જ દિવસમાં નવા ૧૧,૯૯૪ કેસ નોંધાયા હતા. દેશમાં એક મહિનાથી અનલોક જાહેર કરાયા પછી સ્થિતિ વણસી છે. એક અઠવાડિયામાં દેશમાં ૩૩,૬૩૦ નવા કેસ નોંધાયા છે. ગુરુવારે દેશમાં ૧૯ દર્દીઓનાં મોત થયાં હતાં. જો કે કેસમાં વધારો થતા સરકાર દ્વારા અનલોકની પ્રોસેસ ૪ અઠવાડિયા લંબાવવામાં આવી છે.
બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટનો કહેર વધ્યો છે. દર 11 દિવસે નવા કેસ બમણા થઈ રહ્યા છે. એક મહિનામાં જે નવા કેસ આવ્યા છે તેમાંથી 90 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટનાં છે. 20મે થી 7 જૂન સુધીમાં 1 લાખ ઘરમાંથી સ્વાબ ટેસ્ટ કરાયા હતા. લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા આ અભ્યાસ કરાયો હતો જેમાં 15 ટકા લોકોમાં આ ઘાતક વાઈરસ જોવા મળ્યા છે. કોર્નવોલમાં -7 સંમેલન પછી કેસમાં 10 ટકાની વૃદ્ધિ થઈ છે.
બ્રાઝીલના વૈજ્ઞાાનિકોના જણાવ્યા મુજબ સાઉલો પાઉલોમાં કોરોના-૧૯ના વેરિએન્ટની ઓળખ કરવામાં આવી છે. આથી બ્રાઝિલમાં મૃતકોની સંખ્યા પણ વધવા લાગી છે. બ્રાઝીલના જૈવિક અનુસંધાન કેન્દ્ર ઇન્સ્ટીટયૂટ બુટાંટન તરફથી મળેલી જાણકારી મુજબ આ વેરિએન્ટમાં પી.૧ (એમેઝોન) સ્ટ્રેન ૮૯.૯ ટકા કિસ્સામાં જવાબદાર છે. ત્યાર પછી યુકેમાં મળેલો આલ્ફા વેરિએન્ટ જે ૪.૨ કોરોના કેસ માટે જવાબદાર છે. ઇન્ડોનેશિયા ડેલ્ટા વેરિએન્ટના કારણે બુધવારે ૪ મહિના પછી ૧૦ હજારથી વધુ કેસ મળ્યા છે જયારે ૯૦ ટકા હોસ્પિટલ ભરાઇ ગઇ છે. દુનિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩.૮૫ લાખ કેસ નોંધાયા છે જયારે ૮૬૪૮ લોકોના મોતચ થયા હતા.