કોરોનાની ત્રીજી લહેરને લઈને આવ્યા સૌથી મોટા સમાચારઃ જાણો ભારતમાં ક્યારે આવશે ત્રીજી લહેર…

જૂન મહિનામાં ભારતને કોરોનાની બીજી લહેરથી થોડી રાહત મળી છે, પરંતુ એમાંથી હજી સંપૂર્ણ રીતે છુટકારો મળ્યો નથી અને હવે આ દરમિયાન ભારતમાં ટૂંક સમયમાં જ ત્રીજી લહેર આવવાની શક્યતાઓ રજૂ કરવામાં આવી રહી છે. AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે આગામી 6થી 8 સપ્તાહમાં એટલે કે 2 મહિનાની અંદર ભારતમાં કોવિડ-19ની ત્રીજી લહેર આવી શકે છે.

ડો. ગુલેરીયાએ કહ્યું કે, પહેલી અને બીજી લહેર દરમિયાન જે કંઈપણ થયું તેમાંથી આપણે કંઈ શિખ્યા નથી. એકવાર ફરીથી અનલોક થયા બાદ લોકોની ભીડ વધવા લાગી છે. લોકો એકત્ર થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોનાના વધતા થોડો સમય લાગશે. પરંતુ ત્રીજી લહેર આવશે તે નક્કી છે. અને આ ત્રીજી લહેર આવનારા 6 થી  સપ્તાહની અંદર ભારતમાં આવી શકે છે. ડો. ગુલેરીયાએ કહ્યું કે, આ એ વાત પર નિર્ભર કરે છે કે, આપણે કોરોના પ્રોટોકોલ અને ભીડને રોકવાના મામલે કેટલા સફળ થઈએ છીએ.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટમાં અંદાજ કરતાં વહેલી ત્રીજી લહેર આવી શકે છે. આ વિશેની માહિતી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા બનાવવામાં આવેલી એક્સપર્ટ કમિટી દ્વારા આપવામાં આવી છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ઢીલ આપ્યા પછી ઘણી જગ્યાએ ભીડ જોવા મળી. રિપોર્ટ્સ પ્રમાણે, નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ત્રીજી લહેરની પીકમાં રાજ્યના આઠ લાખ એક્ટિવ કેસ આવી શકે છે.

Scroll to Top