ક્યાં આવેલો છે આ દેશ?
વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ છે. વેટિકન સિટી ઈટલીના રોમમાં વસેલો એક દેશ છે. અહીંની માતૃભાષા લેટિન છે. અહીંની વસ્તી 1000થી પણ ઓછી છે. વેટિકન સિટીની પોતાની કરન્સી છે જે ઈટલીમાં માન્ય છે. વેટિકન પાસે પોતાની સેના પણ છે.
વેટિકન સિટી તમારા મહોલ્લાથી પણ નાનો દેશ છે. આનું ક્ષેત્રફળ 0.44 સ્ક્વેર કિલોમીટર અથવા 440 સ્ક્વેર મીટર છે. વિશ્વનો સૌથી નાનો દેશ હોવા છતાં વેટિકન પોતાના નાગરિકોને પાસપોર્ટ સુવિધા પુરી પાડે છે.
વેટિકનમાં રાજાશાહી છે. અહીં પોપ રાજ કરે છે જેમની પાસે ન્યાયવ્યવસ્થા, એડમિનિસ્ટ્રેશન વગેરેની સત્તા છે. પોપ પાંચ સાલ માટે વેટિકનના પ્રેસિડન્ટની નિમણુક કરે છે. સામાન્ય રીતે પ્રેસિડન્ટ કૈથલિક ચર્ચના કાર્ડિનલ હોય છે.
વેટિકન સિટી પાસે પોતાનું રેડિયો સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને રેલવે સ્ટેશન છે. રેડિયો સ્ટેશન વેટિકન ગાર્ડનના ટાવરમાં છે અને લગભગ 20 ભાષાઓમાં દુનિયામાં પ્રસારણ કરે છે. વેટિકન સિટીનું રેલવે સ્ટેશન 1930માં બનાવાવમાં આવ્યુ હતુ. આનો ઉપયોગ નાગરિકો કરતા વધારે ટૂરિસ્ટ કરે છે.
વેટિકન સિટીનું ધાર્મિક મહત્વ પણ ઘણું વધારે છે. રોમન કેથલિક ચર્ચનું આ મુખ્ય કેન્દ્ર છે અને રોમન કેથલિક ધર્મને માનનારા લોકોના સર્વેસર્વા પોપનું નિવાસ સ્થાન પણ વેટિકન સિટી પણ છે.
વેટિકન સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી કારણકે કેથલિક ચર્ચ અનુસાર ઈસા મસીહના પ્રતિનિધિને પોપ કહેવામાં આવે છે અને જે પોપનું નિવાસ સ્થાન હોય છે તે કોઈ અન્ય દેશને આધિન ન હોવો જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને વેટિકન સિટીને સ્વતંત્ર રાષ્ટ્રની માન્યતા આપવામાં આવી.
આ દેશમાં નાગરિકતા જન્મના આધારે નથી મળતી, કારણકે વેટિકન સિટીમાં કોઈ હોસ્પિટલ જ નથી. અહીં ઓફિસ અથવા કામને કારણે વેટિકનમાં રહેતા લોકોને નાગરિકતા આપવામાં આવે છે. હોલી સીના ડિપ્લોમેટ્સ અને વેટિકન સિટી અથવા રોમમાં રહેતા કાર્ડિનલ્સને તેના નાગરિક માનવામાં આવે છે.
વેટિકનનો દરેક નાગરિક દર વર્ષે એવરેજ 54.26 લીટર દારુ પીવે છે, જે દુનિયામાં સૌથી વધારે સેવનનો દર છે.
દુનિયાના કોઈ પણ અન્ય દેશની સરખામણીમાં ઈટલીમાં સૌથી વધારે યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ છે. વેટિકનમાં આખા દેશને જ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો છે.