અત્યારે વરસાદની સીઝન ચાલી રહી છે. કેટલાક લોકો આ સીઝનમાં બાઈક સ્પીડમાં ચલાવવાનો શોખ હોય છે. પરંતુ એક યુવકનો એવો વિડીયો સામે આવ્યો છે કે જેમાં તે સ્ટંટ મારતો દેખાઈ રહ્યો છે. પરંતુ આ સ્ટન્ટ તેના પર જ ભારે પડી ગયો. તે ન માત્ર પડતા-પડતા બચ્યો પરંતુ તેણે બાઈકને સીધું જ પાડોશીના ઘરમાં ખોસી દિધું.
View this post on Instagram
હકીકતમાં આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર splendor_bullet_love નામના એક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, યુવક એક ગલીમાં સામે આવી રહ્યો છે. આ ગલી વરસાદના પાણીથી ભરેલી હતી. અચાનક જ યુવક ગાડીના આગળના વ્હિલને હવામાં ઉઠાવીને ચલાવવાનો પ્રયત્ન કરે છે. જો કે, તેનું સંતુલન બગડી જાય છે.
યુવકનું સંતુલન બગડતા જ તે બાઈકને લઈને પાસે સાઈડ તરફ પહોંચી ગયો અને પાડોશીની દિવાલમાં જ તેણે બાઈક ઘુસાડી દિધું. આ દિવાલ પાછળ એક વ્યક્તિ ઉભો હતો. સદનસીબે દિવાલ પડી નથી નહીતર ત્યાં ઉભેલા વ્યક્તિને ઈજાઓ થઈ શકતી હતી.