માત્ર 3 મીનીટ કરો આ સ્ટ્રેચીંગ… પગને થશે ગજબના ફાયદા

અત્યારે કેટલાય લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. અથવા તો જે લોકો ઓફિસમાં પણ કામ કરી રહ્યા છે લોકો, કલાકોના કલાકો સુધી ખુરશી પર પગ મૂકીને બેસી રહેતા હોય છે. આના કારણે પગ પર તણાવ ખૂબ જ વધી જાય છે અને આપને કમર દર્દ, ઘૂંટણમાં દર્દ, પગમાં કમજોરી, સોજો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પરંતુ આપ આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે સરળ સ્ટ્રેચિંગ કરી શકો છો કે જે આપના શરીરના નીચલા ભાગની મસલ્સને આરામ પહોંચાડે છે અને મજબૂત બનાવે છે. આ સ્ટ્રેચીંગને કરવા માટે ન તો આપને કોઈ એક્સપર્ટની જરૂર છે અથવા નતો આપને કોઈપણ પ્રકારનું મશીન જોઈએ.

સ્ટ્રેચીંગ – 1

સૌથી પહેલા સ્ટ્રેચીંગમાં આપે સીધા જ ઉભા રહેવાનું છે. બાદમાં આપ પોતાના પગના તળીયાને જમીન સાથે ટકાવી રાખો અને પંજાને શક્ય હોય એટલા ખોલવાનો પ્રયત્ન કરો. આપને બંન્ને પંજાની દરેક આંગળી વચ્ચે ગેપ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને આનાથી આંગળીઓ સહિત આખા પગના મસલ્સ સ્ટ્રેચ થાય છે.

સ્ટ્રેચિંગ – 2

બીજી સ્ટ્રેચીંગ આપને ઉભા, ઉભા જ કરવાની છે. આ સ્ટ્રેચીંગમાં આપને પંજાને ઉપરની બાજુએ વાળવાના છે. જેટલું શક્ય હોય એટલું બંન્ને પંજાઓને એકસાથે ઉપર તરફ વાળવાનો પ્રયત્ન કરો. આ જ સ્થિતિમાં થોડો સમય રહો અને પછી આરામ કરો.

સ્ટ્રેચીંગ – 3

ત્રીજું સ્ટ્રેચીંગ ખૂબ જ સરળ છે. આને કરવા માટે આપને એક દિવાલના સહારાની જરૂર પડશે. દિવાલના સહારે બંન્ને પંજાઓને ટકાવી લ્યો. પોતાની એડીઓ જમીન પર જ રાખો અને કમરના નીચેના ભાગને બહાર ન નિકળવા દેશો અને સીધા જ રાખો. હવે તળીયાને દિવાલવા સહારે દબાવાનો પ્રયત્ન કરો.

Scroll to Top