બેહોશ થઈ ગઈ માં, 3 વર્ષની દિકરીએ મદદ માટે પોલીસને બોલાવી

દિકરીને આપણાં ત્યાં પહેલાથી જ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ માને કે ન માને પરંતુ એકવાત તો શતપ્રતિશત સત્ય છે કે, દિકરા કરતા દિકરી વધારે સમજદાર અને લાગણીશીલ હોય છે. દિકરી એક શક્તિનું સ્વરૂપ છે. ઉત્તર પ્રદેશમાંથી એક એવી ઘટના સામે આવી છે જેમાં દિકરીના કારણે માતા મુશ્કેલીમાંથી બહાર આવી.

ઉત્તર પ્રદેશમાં એક ગર્ભવતી માં કે જેના ખોળામાં એક બાળક પણ હતું તે રેલવે સ્ટેશન પર બેહોશ થઈ ગઈ. જ્યારે કોઈ મદદ માટે ન આવ્યું ત્યારે 3 વર્ષની બાળકીએ પોતાની માતા માટે ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મચારીને મદદ માટે બોલાવ્યા. નાનકડી દિકરીની આ સમજદારી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

હકીકતમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદ રેલવે સ્ટેશન પર એક મહિલા બેહોશ થઈ ગઈ. તેના ખોળામાં જે બાળક હતું તે ભૂખના કારણે રડી રહ્યું હતું. ત્યારે 3 વર્ષની આ મહિલાની બાળકીએ પોતાની માતાની મદદ માંગવા માટે નિકળી હતી.

આ નાનકડી દિકરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર મદદ માંગવા માટે નિકળી અને ત્યાં ઉભેલી રેલવે પોલીસને આ દિકરી બોલાવી લાવી. જ્યારે પોલીસ આવે તો તેમણે બેહોશ મહિલાને જોઈ. પહેલા તેમણે આ મહિલાને જગાડવાનો પ્રયત્ન  કર્યો અને બાદમાં હોસ્પિટલમાં ખસેડી. એક માસૂમ દિકરીએ પોતાની માતા માટે મદદ માંગી આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને દરેક વ્યક્તિ આ દિકરીના વખાણ કરી રહ્યા છે.

Scroll to Top