એક વાઘે માણસ પર કર્યો એટેકઃ જૂઓ આ ખોફનાક વિડીયો

અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો છે વાઘ  અને એક માણસ વચ્ચેનો. વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે, વાઘે એક વ્યક્તિ પર એટેક કરી દિધો.

વિજય નામના એક વ્યક્તિએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, કોણ છે આ જાનવર, એક શખ્સ આ એટેકમાં ઝખમી થયો છે. તેમણે એપણ લખ્યું કે, આ એટેક બફર ઝોનમાં થયો હતો. એટલે કે એવો ઝોન કે જે જાનવરો માટે છે. તેઓ આગળ લખે છે કે આ સમયે આપણે coexist મામલે શિખવું જોઈએ.

હકીકતમાં આ ઘટના મહારાષ્ટ્રની છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, લોકો બૂમો પાડી રહ્યા છે અને વાઘ જીવ બચાવીને ભાગતો દેખાઈ રહ્યો છે. વાઘે જે ત્રાડ પાડી છે તે એટલી જોરદાર હતી કે ભલભલા ડરી જાય. આપણે પ્રાણીઓના રહેઠાણ એવા જંગલો નષ્ટ કરી રહ્યા છીએ. ત્યારે હવે જો પ્રાણીઓનું ઘર આપણે છીનવી લેશું તો આ પ્રાણીઓ જશે ક્યા?

Scroll to Top