ટુરીસ્ટોની બસ પર ચડી ગયા ત્રણ વાઘ… અને પછી જે થયુંઃ જોઈ લો આ વાયરલ વિડીયો

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા વિડીયોઝ જોવા મળતા હોય કે જેને જોઈને આપણે લોકો રીતસર અચંબીત થઈ જઈએ. આ પૈકી કેટલાક વિડીયો હસી મજાકના હય છે તો ક્યારે વિડીયો એવા હોય છે કે જેને જોઈને નવાઈ લાગે. તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો છે કે જેને જોઈને ખરેખર અચંબિત થઈ જવાય અને થોડાક ડરી પણ જવાય. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક બસને ત્રણ વાઘે ઘેરી લીધી છે.

આ વિડીયોને જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે. આ ટુરીસ્ટ ગાડીમાં કેટલાક ટુરીસ્ટો પણ બેઠેલા છે. આ વિડીયો આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે.

આ વિડીયોમાં દેખાઈ રહેલી ટુરીસ્ટ બસમાં જાળીઓ લાગેલી છે કે જેમાં લોકોને બેઠેલા પણ જોઈ શકાય છે. વાઘોએ ગાડીને ઘેરી લીધી છે. લોકો વાઘને જોઈને હેરાન પરેશાન દેખાઈ રહ્યા છે. આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 28000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. લોકો વિડીયો પર કમેન્ટ્સ કરતા પણ દેખાઈ રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું ત્યાંથી લોકો સુરક્ષીત નિકળ્યા કે નહી?

Scroll to Top