ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની જાહેરાતઃ ભાજપે યુવા ચહેરાને આપ્યું પ્રાધાન્ય

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગી ગઈ છે. તીરથ સિંહ રાવતના રાજીનામા બાદ ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાજકીય ગરમા-ગરમી વચ્ચે નવા સીએમ બનવા પર સહમતી સધાઈ છે.

પુષ્કર સિંહ ધામી ભાજપ યુવા મોર્ચા પ્રદેશ અઘ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ RSS ના પણ નજીકના ગણાય છે. પુષ્કર ધામી સીમાંત વિધાનસભા ક્ષેત્ર ખટાથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ રાજ્યના અન્ય મુખ્યમંત્રીઓ કરતા વધારે યુવા ચહેરો છે.

ઉલ્લેખનીય છે કે પ્રદેશમાં પેટાચૂંટણીની અનિશ્ચિતતાઓ વચ્ચે તીરથ સિંહ રાવતે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા ઉત્તરાખંડની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. ત્યારબાદ પાર્ટીએ અનેક નામો પર ચર્ચા કરી હતી. આ નામોમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, ધારાસભ્ય ધનસિંહ રાવત, પુષ્કર સિંહ દામી અને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની પણ દાવેદારી હતી. પરંતુ અંતમાં ધારાસભ્યોએ પુષ્કર સિંહ ધામીના નામ પર મહોર લગાવી છે.

શરૂઆતી દૌરમાં પુષ્કર સિંહ ધામીનું નામ ચર્ચામાં નહતું. પરંતુ અચાનક તેમણે મુખ્યમંત્રી પદની રેસમાં બધાને પછાડી દીધા છે. પુષ્કર સિંહ ધામી ખટીમાથી ધારાસભ્ય છે. તેઓ અહીં સતત બીજી વખત ચૂંટણી જીત્યા હતા. પુષ્કર સિંહ ધામીના નામ પર મહોર લગાવી ભાજપે યુવા ચહેરાને આગળ કર્યો છે.

Scroll to Top