AhmedabadGujarat

દબાણ હટાવો મહાઝુંબેશથી અમદાવાદની બદલાતી તસવીર, ત્રણ દરવાજાથી ગાંધી રોડ ખુલ્લો થયો

અમદાવાદ: શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કોટ વિસ્તારના અતિ સંવેદનશીલ ગણાતા ભઠિયાર ગલી, ઢાલગરવાડ, પાનકોરનાકા, ત્રણ દરવાજા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિ.અને પોલીસની સંયુકત ટીમો દ્વારા પાંચ કલાક સુધી આ ડિમોલિશન હાથ ધરાયું હતું.

સામાન્ય રીતે, રથયાત્રા, મહોરમ જેવા તહેવારો હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શાંતિ સમિતિની બેઠકો મળતી હોય છે પણ પહેલી વખત આ વિસ્તારોમાં દબાણો ખસેડવા માટે છેલ્લા ત્રણ દિવસથી શાંતિ સમિતિની બેઠકો મળી હતી. હવે રતનપોળ અને ગાંધી રોડ પર દબાણો તોડાશે. ત્રણ દરવાજાથી ગાંધી રોડના ખુલ્લા રોડની તસવીર કદાચ પહેલીવાર જોવા મળી છે.

1990થી 1995 દરમિયાન ધીમે ધીમે ત્રણ દરવાજા, ઢાલગરવાડા સહિતના વિસ્તારોમાં દબાણો ઊભા કરાયા હતા. ત્યારબાદ મ્યુનિ.તંત્ર દ્વારા આ દબાણોને નજરઅંદાજ કરવામાં આવતા આ દબાણો માત્ર લારી-ગલ્લાં પૂરતા નહીં પણ આખેઆખી દુકાનોમાં ફેરવાયા હતા. ઢાલગરવાડા વિસ્તારમાં તો રોડ પરથી આકાશ દેખાઈ શકે નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી અને રોડ પણ દેખાતો ન હતો.

સમયાંતરે માત્ર દુકાનોના બોર્ડ હટાવી દબાણો ખસેડી દીધાનો દાવો કરાતો હતો, પણ પ્રથમ વખત આખેઆખા રોડ ખુલ્લા હોય તે રીતે દબાણો સ્વૈચ્છિક રીતે અને મ્યુનિ.એ લાલ આંખ કરી ખસેડયા છે. બીજી તરફ, આ કાર્યવાહી જોઈ મંગળવારની રાત્રે રતનપોળ અને ગાંધી રોડના વેપારીઓએ સ્વૈચ્છિક દબાણો હટાવ્યા હતા.

ડ્રાઈવ દરમિયાન મંગળવારે કુલ 5632 દબાણો દૂર કરાયા હતા. જેમાં સરખેજ હાઈવે પર આવેલી સાબર હોટેલ કે જે 1987 થી ચાલુ હતી તે સહિત આખેઆખા કોમ્પ્લેકસ તોડી પડાયા છે. આ મિલ્કતો ટી.પી રોડમાં આવતી હોવાથી તોડી પડાઈ છે. અસારવાના ચમનપુરા રોડ પર ડિવાઈડરને અડીને બનાવેલું નવું મંદિર તોડી પડાયું છે.

સંવેદનશીલ ભઠિયાર ગલીમાં લોકોના ટોળાંએ શાંતિપૂર્વક કાર્યવાહી ચાલવા દીધી સવારે દસ વાગ્યે 200 પોલીસ જવાનો અને કોર્પોરેશનના 100 માણસોની ટીમો જેસીબી સહિતની મશીનરી સાથે દબાણ હટાવવા પહોંચી હતી. શરૂઆતમાં ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. જો કે સંવેદનશીલ ભઠિયાર ગલીમાં લોકોના ટોળાંએ શાંતિપૂર્વક કાર્યવાહી ચાલવા દીધી હતી. આ સિવાય બિસ્કિટ ગલી, જિલ્લા પંચાયત પાસેની વનરાજ હોટેલ સહિતના દબાણો તોડી પડાયા હતા. આ વિસ્તારોમાં ઓટલા, બોર્ડ સહિતના મોટા દબાણો તોડી રોડ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.

અંદર સુધી દબાણો તૂટશે તેવી અપેક્ષા ન હતી

દબાણો દૂર કરવાના પહેલા પોલીસે આપેલી નોટિસના પગલે ભઠિયારગલી અને તેની આસપાસના વિસ્તારોના વેપારીઓએ મંગળવારે મોડીરાત સુધી જાગીને જાતે દબાણો દૂર કરી દીધા હતા. બુધવારે સવારે ડ્રાઈવ શરૂ થઈ અને છેક મચ્છી માર્કેટ સુધી કામગીરી કરી તેની સ્થાનિક લોકોને અપેક્ષા જ નહતી કે દબાણો દૂર કરવા તંત્ર ઠેક અંદરની ગલીઓ સુધી આવશે.

બોર્ડ ઉતારવા રતનપોળ મહાજનનો સરક્યુલર

રતનપોળ કાપડ મહાજનના પ્રમુખ અને ખજાનચીએ વેપારીઓ માટે એક સરક્યુલર જારી કર્યો હતો જેમાં વેપારી જોગ સૂચના આપી હતી કે, ‘આપણાં બજારના તમામ દુકાનના બોર્ડ જે પણ શટરની બહાર હોય તેને જાતે ઉતારી લેવા. જો સરકારી કામગીરી થશે તો તેનો ચાર્જ પણ લાગશે અને નુકશાન પણ ભોગવવું પડશે તો તમામ વેપારીઓએ પોતાના બોર્ડ ઉતારી લેવા. આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવો.’

ભઠિયાર ગલી, ત્રણ દરવાજા, પાનકોર નાકા, બિસ્કિટ ગલી તથા ગાંધી પુલ સુધીના આસપાસના 1100 મીટરમાં દબાણો ખસેડ્યા હતા. જેને લીધે ત્રણ દરવાજાથી ગાંધી રોડ આખો બાઈક કે કાર લઈ જઈ શકાય તેટલો ખુલ્લો થયો હતો.

બોર્ડ ઉતારવા રતનપોળ મહાજનનો સરક્યુલર

રતનપોળ કાપડ મહાજનના પ્રમુખ અને ખજાનચીએ વેપારીઓ માટે એક સરક્યુલર જારી કર્યો હતો. જેમાં વેપારી જોગ સૂચના આપી હતી કે, ‘આપણાં બજારના તમામ દુકાનના બોર્ડ જે પણ શટરની બહાર હોય તેને જાતે ઉતારી લેવા. જો સરકારી કામગીરી થશે તો તેનો ચાર્જ પણ લાગશે અને નુકશાન પણ ભોગવવું પડશે, તો તમામ વેપારીઓએ પોતાના બોર્ડ ઉતારી લેવા. આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવો.

ગઈકાલે ભઠિયાર ગલી સહિતના લાલ દરવાજા આસપાસના વિસ્તારમાં થયું ડિમોલિશન

અમદાવાદ શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કોટ વિસ્તારના અતિ સંવેદનશીલ ગણાતા ભઠિયાર ગલી, ઢાલગરવાડ, પાનકોરનાકા, ત્રણ દરવાજા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિ.અને પોલીસની સંયુકત ટીમો દ્વારા પાંચ કલાક સુધી આ ડિમોલિશન હાથ ધરાયું હતું. સામાન્ય રીતે, રથયાત્રા, મહોરમ જેવા તહેવારો હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શાંતિ સમિતિની બેઠકો મળતી હોય છે પણ પહેલી વખત આ વિસ્તારોમાં દબાણો ખસેડવા માટે છેલ્લા ત્રણ દિવસથી શાંતિ સમિતિની બેઠકો મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker