ગુજરાત પોલીસ બેડામાં મસમોટો ફેરફાર, PI, DySP વર્ગ-1ના અધિકારીઓની કરાઇ બદલી

ગુજરાત પોલીસ બેડામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યો છે. જેમાં PI, DySP વર્ગ-1ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ લિસ્ટમાં 58 નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-1ના અધિકારીઓ પણ સામેલ છે. આ યાદીમાં 57 બિન હથિયારી DySPની બદલી કરવામાં આવી છે. આ સિવાય 1 હથિયારી DySPની બદલી અને 1 અધિકારીને પ્રમોશન સાથે બદલી આપવામાં આવી છે.

રાજ્યના પોલીસ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવાની યાદી તૈયાર કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યાં જ આજે જાહેર કરાયેલ યાદીમાં 9 ઓફિસરોની બદલી વેઈટિંગમાં રાખવામાં આવી છે જેઓને મહદઅંશે DySP અથવા SP તરીકે પ્રમોશન મળવાની સંભાવનાઓ છે.

ગુજરાત પોલીસમાં ઘણાં સમયથી (Gujarat police transfer) બદલીની રાહ જોવામાં આવી રહી હતી. પહેલાં વાયબ્રન્ટ સમિટ થવાની હતી તેથી પોલીસની બદલીઓ અટકાવી રાખવામાં આવી હતી પરંતુ સમિટ મોકુફ રહ્યાં પછી ફરીથી ગૃહ વિભાગમાં બદલીની યાદી તૈયાર કરવામાં આવી હતી. અને આજે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જ ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે.

Scroll to Top