મેઘાણીનગરના યુવકે એક વિધવા યુવતી સાથે મૈત્રી કરાર કર્યો હતો જેથી વિધવા યુવતીના દિયરો અને સસરાએ આ યુવકના ઘરે આવી મારમારી, મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મુળ ઉત્તરપ્રદેશના અને હાલ મેઘાણીનગરના હનુમાનનગરની ચાલીમાં રહેતા સુનિલ કોરીને થોડા ટાઈમ પહેલા કોમલ નામની યુવતી સાથે પરીચય થયો હતો. બાદમાં તે બંન્ને વાતો કરવા લાગ્યા હતા. દરમિયાન એક દિવસ કોમલના પતિએ આપઘાત કરી લીધો હતો. જેથી કોમલ એકલી પડી ગઈ હોવાથી સુનિલે મૈત્રી કરાર કર્યો હતો. આ વાતની જાણ કોમલના દિયરો અને સસરાને થઈ તેમણે ઝઘડો પણ કર્યો હતો.
બાદમાં એક દિવસ સુનિલ તેના પરીવાર સાથે સવારના સમયે ઘરે હાજર હતા ત્યારે કોમલનો દિયપ મનિષ તોમર તથા હરિશ તોમર અને સસરા મુકેશ તોમર ત્રણેય સુનિલભાઈના ઘરમાં ઘુસી ગયા હતા હતા. બધા કહેવા લાગ્યા કે, તારા તથા કોમલના અફેરના કારણે મારા ભાઈ રાકેશે આત્મહત્યા કરી લીધી છે. તેમ કહીને ગંદી ગાળો બોલીને ત્રણેય જણાએ મારઝુડ કરી હતી.
જો કે સુનિલભાઈનો પરિવાર વચ્ચે પડ્યો તો આ ત્રણેયે તેમની સાથે પણ મારઝુડ કરી હતી. બાદમાં આ ત્રણેયે સુનિલભાઈને મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનોં દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.