બાળકી બનાવી રહી હતી વિડીયો અને અચાનક મમ્મીએ આવીને લાફો મારી દિધોઃ જૂઓ વિડીયો

બાળકો હોય કે મોટા… સોશિયલ મીડિયા ટ્રેંડની દિવાનગી દરેક વ્યક્તિ પર જોઈ શકાય છે. અત્યારે શાળા-કોલેજો બંધ હોવાના કારણે બાળકો દિવસ-રાત ફોન પર જ લાગેલા રહે છે. કોઈ વિડીયો બનાવે છે તો કોઈ વિડીયો જોતું રહે છે. તાજેતરમાં જ બાળકીનો વિડીયો વાયરલ થયો છે કે જે ટ્રેંડ સાથે અપડેટ રહેવાના કારણે પોતાની માતાના ગુસ્સાનો શિકાર થઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

જો આપ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો તો ઈન્સ્ટાગ્રામના રિલ્સ ટ્રેન્ડથી ખૂબ જ પરીચિત હશો. વિડીયોમાં પણ કેટલાક ગીતો અચાનક જ વાયરલ થઈ જાય છે. અત્યારે લોકો પોતાના રિલ્સ વિડીયોમાં “ફોન કાટ દી મમ્મી આ ગઈ ક્યા” ગીતનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. આ બાળકી પણ ગીત પર વિડીયો શૂટ કરી રહી હતી પરંતુ ત્યાં જ અચાનક તેની મમ્મી ત્યાં આવી જાય છે.

બાળકીને ફોન પર વિડીયો બનાવતી જોઈને મમ્મીને ગુસ્સો આવી જાય છે અને તે તેના ગાલ પર થપ્પડ મારી દે છે. બાળકીના અચાનક આવા રીએક્શનની તેની માતાને આશા નહોતી અને તે વિડીયોમાં ખૂબ રડવા લાગે છે. બાળકીના આ વાયરલ વિડીયોને ત્યારસુધીમાં 30 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

Scroll to Top