કાર સવાર લોકોને અડીને નિકળી ગયું મોત, ઘડીક બધા નો જીવ થઈ ગયો અધ્ધર: જૂઓ આ વિડીયો

રોડ પર કાર લઈને ફરવું દરેક વ્યક્તિને ગમતું હોય છે. પરંતુ આપણે એપણ જાણીએ છીએ કે કેટલાક લોકો પોતાનો જીવ હથેળીમાં લઈને ઘરેથી બહાર નિકળે છે. કેટલીક વાર રોડ પર એવા અકસ્માતો થાય છે કે લોકોનો જીવ પણ જતો રહે છે.

અત્યારે સોશિયલ મીડિયા પર એક એવા ટ્રકનો જોરદાર વિડીયો વાયરલ થયો છે કે જેમાં ગાડી ચલાવી રહેલા વ્યક્તિનું મોત થઈ શકતું હતું. આ કાર ડ્રાઈવરે બુદ્ધીનો પ્રયોગ કરીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાનો વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, હાઈવે પર ફૂલ સ્પીડમાં ગાડીઓ દોડી રહી છે પરંતુ આ જ દરમિયાન કેટલીક ગાડીઓ ફ્લાયઓવરની બીલકુલ આગળ ઉભી રહી જાય છે. બાદમાં તેજ ગતિથી પાછળથી એક ટ્રક આવતો દેખાઈ રહ્યો છે. પરંતુ સદનસીબે ડ્રાઈવરે સમય રહેતા પોતાની ગાડી સાઈડમાં કરી લીધી.

જો કદાચ ડ્રાઈવર સમય સૂચકતા ન દર્શાવત તો પાક્કું કારમાં બેઠેલા તમામ લોકોનો જીવ જઈ શકતો હતો. આ વિડીયો જોયા બાદ દરેક વ્યક્તિને અંદાજ આવી જશે કે, કાર સવાર લોકોને કેવી રીતે મોત સ્પર્શીને નિકળી ગયું. કેટલાક લોકો તો વિડીયો જોયા બાદ એક ભડકી ગયા કે, ડ્રાઈવરની ખૂબ જ ટીકાઓ કરી. એક યુઝરે ગુસ્સામાં કહ્યું કે, આવા મૂર્ખ લોકોના કારણે કેટલાય પરીવાર પર દર્દનો પહાડ તૂટી પડે છે. તો એક અન્ય યુઝરે કહ્યું કે, આવા લોકો પર કડક પગલા લેવા જોઈએ.

Scroll to Top