Twitter લાવ્યું વધુ એક નવું ફીચર

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે તાજેતરમાં જ કેરેક્ટર લિમિટ 140થી વધારીને 280 કરી હતી. આ મહત્ત્વના અપડેટ બાદ ટ્વીટરે વધુ એક જાહેરાત કરીને પોતાના યુઝર્સને આનંદના સમાચાર આપ્યા છે. ટ્વીટરના નવા અપડેટ મુજબ હવે તમે તમારું યુઝર નેમ 50 કેરેક્ટર સુધીનું રાખી શકો છો. તમને ખબર જ હશે કે, પહેલા ડિસ્પ્લે નેમ રાખવાની લિમિટ 20 કેરેક્ટર હતી, પરંતુ હવે તમે 50 કેરેક્ટરનું નામ રાખી શકશો. કંપનીએ નવા ફીચરની જાણકારી આપતા કહ્યું હતું કે, આજથી તમે તમારું ડિસ્પ્લે નેમ 50 કેરેક્ટરમાં રાખી શકો છો, તો આવો અને મીડલ નેમ અને અમુક ઈમોજી સાથે આ ફીચરનો આનંદ લો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here