આફ્રીકી દેશ યુગાન્ડાને લઈને એક મોટું અને ચોંકાવી દેનારું સ્ટડી સામે આવ્યું છે. યુગાન્ડાને લઈને મેકરરે યુનિવર્સિટી કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ એક્સટર્નલ સ્ટડીઝમાં એક શોધ કરી છે. આમાં ખુલાસો થયો છે કે, આ દેશમાં બાઈક ટેક્સી ચલાવનારા ડ્રાઈવર રાઈડ આપવાના બદલે સ્થાનિક યુવતીઓ સાથે સેક્સ કરે છે.
યુગાન્ડામાં એચઆઈવીનો દર ખૂબ વધારે છે. યુગાન્ડામાં 5.6 ટકા લોકો એચઆઈવીથી સંક્રમિત છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, દેશમાં એચઆઈવી વિરૂદ્ધ અભિયાનના લીરે-લીરા ઉડી રહ્યા છે. કારણ કે, અહીંયા બાઈક ટેક્સી ચલાવનારા ડ્રાઈવર રાઈડ આપવાના બદલે સ્થાનિક યુવતીઓ સાથે સેક્સ કરે છે હવે જ્યાં પ્રકારના કરતૂતો ચાલતા હોય ત્યાં HIV કઈ રીતે રોકાઈ શકે.
સ્ટડીમાં ખુલાસો થયો છે કે, યુગાન્ડાના 12 ટકા કમર્શિયલ રાઈડર્સ પૈસા ન આપી શકનારા કસ્ટમર્સ સાથે ટ્રાન્ઝેક્શનલ સેક્સમાં લિપ્ત જણાયા. 65.7 ટકા લોકોએ માન્યું કે, છેલ્લા 12 મહિનામાં તેમણે એકથી વધારે અનેક પાર્ટનર્સ સાથે સેક્સ કર્યું છે.
સ્ટડીમાં જાણવા મળ્યું કે, યુગાન્ડાના 23 ટકા ડ્રાઈવર્સ એક જ સમયે કેટલાય પાર્ટનર સાથે સંબંધ રાખે છે. તો આ સર્વેમાં 57.1 ટકા લોકોએ કબૂલ્યું કે, તેમણે સેક્સ સમયે કોન્ડમનો ઉપયોગ જ નહોતો કર્યો. આનાથી HIV સંક્રમણ નિશ્ચિત રૂપથી વધશે.