સોશિયલ મીડિયા પર અનોખા લગ્નના સમાચારો છવાયેલા રહેતા હોય છે. લગ્નનો અર્થ એ હોય છે કે, એક છોકરો એક છોકરી સાથે લગ્નના બંધનમાં આજીવન માટે બંધાય છે. આમાં બંન્નેના પરિજનો સાથે જ સંબંધીઓ અને મિત્રો પણ જોડાય છે. પરંતુ ઓસ્ટ્રેલીયાની પેટ્રીસિયા ક્રિસ્ટીને દુલ્હા વગર જ લગ્ન કર્યા. આ દુલ્હને પોતાની સાથે જ લગ્ન કર્યા છે. આ દુલ્હન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે.
દુનિયામમાં એવા કેટલાય લોકો છે કે, જે સમાજ દ્વારા બનાવવામાં આવેલા નિયમોથી જરા હટકે કામ કરવામાં વિશ્વાસ કરે છે. દુનિયા ખૂબ જ આગળ વધી રહી છે અને હવે આપણી સામે એવા એવા પ્રકારના લગ્નના ઉદાહરણો સામે આવે છે કે જેને સાંભળીને ખરેખર ચોંકી જવાય. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી એક 28 વર્ષની ટીચર પેટ્રીસિયા ક્રિસ્ટીને પોતાની જ સાથે લગ્ન કરીને ઈતિહાસ રચી દિધો.
પેટ્રીસિયાની વર્ષ જૂની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારે આવામાં દુઃખી થવાની જગ્યાએ તેણીએ પોતાની જ સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો છે. આના માટે તેણે લગ્નના કાર્ડ છપાવીને મિત્રોમાં પણ વહેંચ્યા. પોતાના માટે સુંદર વેડિંગ ગાઉન ખરીદ્યું, હિરાની વિંટી લીધી અને આખી એક પાર્ટીનું આયોજન કર્યું. હેરાન દોસ્ત વેડિંગ વેન્યુ પર દુલ્હાને શોધતા જ રહ્યા અને કોઈપણ વ્યક્તિને આ દુલ્હનના પ્લાનની ખબર જ નહોતી.