ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ જિલ્લામાં એક યુવકે પોતાના દોસ્તને જ ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો. આરોપ છે કે મૃતકના મોબાઈલમાં આરોપીની બહેનના કેટલાક ફોટોગ્રાફ્સ હતા, જેને તે ડિલીટ નહોતો કરી રહ્યો. બસ આ જ વાત મિત્રની હત્યાનું કારણ બની ગઈ. જો કે, પોલીસે આ મામલે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે.
હત્યાની વારદાત ગાઝીયાબાદના સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંયા વૃંદાવન ગાર્ડનના પાઈપલાઈન વિસ્તારમાં 22 વર્ષીય યુવક રંજન પુત્ર કેદારનાથ ઝા રહેતો હતો. ગત મંગળવારના રોજ તે પોતાના મીત્ર સૂરજ શુક્લાને મળવા માટે શ્યામ એન્કલેવમાં તેની ઓફિસ પર ગયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રંજનના મોબાઈલમાંથી સૂરજ શુક્લાની બહેનના કેટલાક ફોટોઝ મળી આવ્યા હતા. આ ફોટોગ્રાફ્સને ડિલીટ કરવાને લઈને ત્યાં સુરજ અને રંજન વચ્ચે વિવાદ થયો હતો. આ જ દરમિયાન રંજન પર ચપ્પાથી હુમલો કરી દેવામાં આવ્યો. તેણે રંજન પર એક બાદ એક કેટલાય વાર કર્યા હતા.
ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ રંજન ઝાને હોસ્પિટલ મોકલ્યો હતો. અહીંયા ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. રંજન એજ્યુકેશન પૂરું કરીને નોકરી શોધી રહ્યો હતો. જ્યારે સૂરજ પોતાના પિતા સાથે કામ કરી રહ્યો હતો. મૃતક રંજનના પિતા કેદારનાથ ઝાની તહરીર પર સાહિબાબાદ પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધીને આરોપી સુરજને જેલમાં મોકલી દિધો છે.