ભાવનગર: ઉપરવાસ માં વધારે વરસાદ ને લીધે શેત્રુંજી ડેમ ઓવરફલો થતા 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રીના ઓવરફ્લો થયાના સમાચાર સામે આવ્યા છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભારે વરસાદને લીધે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે.

જ્યારે કાંઠા વિસ્તારમાં રહેનાર આજુબાજુના લોકોને એલર્ટ અપાયું છે. તેની સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, શેત્રુંજી ડેમ મોડી રાતના 2:10 વાગ્યાના આજુબાજુ 20 દરવાજા અને બાકીના સવારના તમામ 39 દરવાજા ખોલાયા હતા.

જેના લીધે તંત્ર દ્વારા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ અપાયું છે. જ્યારે 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવેલ છે, જેમાંથી 15,340 કયૂસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે.

જ્યારે શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થયેલ છે. તેના કારણે 2 ફૂટ દરવાજા ખોલવામાં આવતાં 15,340 ક્યૂસેક પાણીની જાવક ચાલુ કરાઈ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ભાવનગર, પાલિતાણા ગારિયાધારનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. તેની સાથે ભાવનગર જિલ્લાનાં અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થઈ જશે.મીરાં

Scroll to Top