અમેરિકાની લાડી અને પાટીદાર વર; ખેડૂતને પરણવા ગુજરાત દોડી આવી જેસિકા

નવસારી જિલ્લામાં ચીખલી નજીક આવેલા સહેદપુર ગામમાં વસતા 25 વર્ષીય આકાશ પટેલની વાત સાંભળીને તમે પણ નસીબમાં ચોક્કસથી માનતા થઇ જશો. માત્ર 12માં ધોરણ સુધી ભણેલા આકાશે તેના લગ્ન કોઇ અમેરિકાની યુવતી સાથે થશે તેવો સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય. જેસિકા બુસ્તોસ અને આકાશ પટેલની પહેલી મુલાકાત અને મિત્રતા ફેસબુક પર થઇ હતી. ઓગસ્ટ 2016માં જેસિકા આકાશને મળવા 10 દિવસ માટે ભારત આવી અને ત્રીજાં દિવસે તો બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ કપલે ગામડાંમાં જ લગ્ન કર્યા હતા અને પછી હનીમૂન માટે મનાલી ગયા હતા. જેસિકાના પેરેન્ટ્સના આશીર્વાદ માટે આ કપલ યુએસમાં જઇ ફરી એકવાર લગ્ન કરશે.

જેસિકા સાથે વાત કરવા માટે આકાશે ઇંગ્લિશના ક્લાસિસ પણ શરૂ કર્યા હતા. જેસિકા આકાશને જોતાં જ તેના પ્રેમમાં પડી ગઇ હતી. માર્ચ મહિનામાં જેસિકા ફરીથી મુંબઇ આવશે. જેસિકાએ કહ્યું કે, આકાશ ખૂબ જ કેરિંગ અને ફેમિલીની દરકાર રાખનાર યુવક છે. મને તેની સાથે રહીને ખુશી મળે છે, તેથી જ મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

જેસિકાના મેક્સિકન પેરેન્ટ્સ શરૂઆતમાં જેસિકાના આ નિર્ણયથી ખુશ નહતા. તેમણે આકાશ સાથે હાલ પૂરતી ફક્ત સગાઈ કરવાની જ સલાહ આપી પરંતુ અહીંથી જેસિકાએ ફોન કરીને જણાવ્યું કે તે આકાશ સાથે લગ્ન કરવા મક્કમ છે.

આકાશની 12 વીઘા જમીનમાં આંબાવાડી છે અને તે સહેદપુરમાં શેરડી પણ ઉગાડે છે. તે હાલમાં તેની માતાની દેખરેખ રાખી રહ્યો છે. આકાશએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, મારી માતાએ જેસિકાને પુત્રવધુ તરીકે સ્વીકારી લીધી છે. તેને જેસિકા ઘણી સ્વીટ લાગે છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here