પાણીપુરી ખાવાની હોય કે પછી દાંતોની સારવાર હોય. દરેક વ્યક્તિને આ કામો માટે પોતાનું મોઢુ વધારે ખોલવું પડે છે. જો કે, એક વ્યક્તિ એવો પણ છે કે જેનું મોઢુ સૌથી વધારે ખુલે છે અને તેણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યું છે. આ વ્યક્તિનું મોઢુ એટલું મોટું ખુલે છે કે, તેના મોઢામાં એક ટેનિસનો બોલ પણ ફીટ થઈ જાય અને સૌથી મોટું સફરજન પણ તેના મોઢામમાં આખેઆખું સમાઈ શકે.
અમેરિકાનો આ ઈજાક જોનસન નામનો વ્યક્તિ દુનિયાનો એકમાત્ર એવો શખ્સ છે કે જેનું મોઢું આવડું મોટું ખુલે છે. ખાસ વાત તો એ છે કે, આ રેકોર્ડ બનાવવા માટે તેણે પોતાના જેવા કેટલાય લોકોની ટક્કરનો સામનો કરવો પડ્યો. તેને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પ્રેરણા જર્મનીના એક વ્યક્તિ પાસેથી મળી જેનું મોઢુ 8.8 સેન્ટીમીટર જેટલું પહોળુ ખુલતું હતું.
આને જોઈને ખૂબ પ્રકારની ટ્રેનિંગ બાદ જોનસને આ રેકોર્ડ તોડ્યો. જો કે, થોડા જ મહિનાઓમાં ફિલિપ અંગસ નામના એક વ્યક્તિએ 9.32 સેન્ટીમીટર પહોળું મોઢુ ખોલીને જોનસનના રેકોર્ડને તોડી નાંખ્યો. જ્હોનસને હાર ન માની અને તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે અરજી કરી હતી.