વૃદ્ધે લીધી કોરોના વેક્સિન અને શરીરમાં ઉત્પન્ન થઈ ચુંબકીય શક્તિઃ હવે શરીર પર લોખંડ ચોંટે છે

વેક્સિન લીધા બાદ માણસના શરીરમાં અમૂક પ્રકારના ફેરફારો થાય છે એ વાત સાચી છે. પરંતુ જો કોઈ મોટા બદલાવ જોવા મળે તો પાછી મુશ્કેલી. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી સામે આવી છે. વેક્સિન લીધા બાદ એક વૃદ્ધે દાવો કર્યો છે કે, મારા શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. આ ચુંબકીય શક્તિના કારણે હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તેમજ લોખંડના વાસણો અને સિક્કા સરળતાથી ચોંટી જાય છે.

આ તમામ સામગ્રી એવી રીતે ચોંટી રહે છે કે જાણે લોહચુંબક લોખંડ સાથે ચીપકી રહી હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે. ગુરુવારે તેમણે કહ્યું હતું કે આ કેસમાં શું હકીકત છે એ અંગેની માહિતી સામે આવવી જોઈએ. શું એની પાછળ કોઈ તબીબી કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ એની તપાસ કરવામાં આવી રહી છે.

પરિવારે આ ઘટનાને પ્રમાણિત કરવા માટે એક વીડિયો પણ તૈયાર કર્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના શરીર સાથે ચમચી, નાની પ્લેટ અને ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતાં નાનાં વાસણો ચીપકી રહ્યાં છે.

પરિવારે આ ઘટનાનો વીડિયો તૈયાર કર્યો છે અને જિલ્લા વહીવટીતંત્રને આ અંગે માહિતી આપી છે. સ્થાનિક વહીવટીતંત્રએ પણ ડોક્ટર્સની એક ટીમ બુધવારે અહીં તપાસ માટે પહોંચી હતી અને તેમને ભારે આશ્ચર્ય થયું હતું. અરવિંદ સોનારની તપાસ કરવા માટે પહોંચેલા ડોક્ટર અશોક થોરાટે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ એક સંશોધનનો વિષય છે અને અત્યારસુધી કોઈ જ ટિપ્પણી કરવી એ ઘણી ઉતાવળ હશે. અત્યારે અમે આ અંગેનો રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને મોકલીશું અને તેમના દિશા-નિર્દેશ પ્રમાણે કામ કરીશું.

Scroll to Top