વિચિત્ર લગ્ન: ઇન્ડોનેશિયાના યુવકે કૂકર સાથે કર્યા લગ્ન, તેના પાછળનું કારણ જાણી થઈ જશો ચકિત

ઈન્ડોનેશિયાથી વિચિત્ર એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, એક યુવકે કુકર જોડે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. સ્વભાવિક વાત છે કે, આપણે કોઈ યુવકને પૂછ્યે કે, તમે કોની સાથે લગ્ન કરવા માંગો છો? તો તેના દ્વારા જરૂર કહેવામાં આવે છે કે, તે સુંદર, સુશીલ કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે.

પરંતુ દુનિયામાં એવાં પણ માણસો રહેલા છે જે કંઇક વિચીત્ર હરકતો કરતા રહે છે. ઈન્ડોનેશિયાના એક યુવાન દ્વારા રાઈસ કૂકર સાથે લગ્ન કરી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કૂકર સાથે તેને રીતરિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ હતી.

તેની સાથે ઈન્ડોનેશિયાના Khoirul Anam દ્વારા રાઈસ કૂકર સાથે લગ્ન માટેનાત્રણ કારણો પણ જણાવવામાં છે. તેણે કહ્યું છે કે, આ ત્રણ કારણોના કારણે મે રાઈસ કૂકર સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું. પ્રથમ કારણ જણાવતાં તેણે જણાવ્યું હતું કે, રાઈસ કૂકર મારા માટે ખાવાનું બનાવી શકે છે અને બીજુ કારણ એ છે કે, તે સફેદ પણ છે. જયારે ત્રીજા કારણમાં તેને કહ્યું કે, તે વાત પણ કરી શકતું નથી.

જેમાં સપ્ટેમ્બર 20 ના રોજ આ યુવાન દ્વારા કૂકર સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ લગ્નની તસ્વીરો પણ વાઈરલ થઈ રહી છે. ફોટોસમાં તમે જોઈ શકો છો કે, યુવાન પોતે તો તૈયાર થયો છે, પરંતુ કૂકરને પણ નવવધૂની જેમ શણગારેલું છે. આ સિવાય તે સહી કરીને કાયદેસરના લગ્ન પણ કરે છે. ત્યાર બાદ તે નવવધૂને કિસ પણ કરતો જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ફોટોસ પર 44 હજારથી પણ વધુ લાઈક્સ આવી ચૂકેલ છે તો 14 હજારથી વધારે લોકો તેને શેર પણ કરી ચૂક્યા છે. જ્યારે આ યુવાનના લગ્નને લઈને યુઝર્સ હવે મજા પણ લઇ રહ્યો છે. એક યુઝર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હું મારા એર ફ્રાયર સાથે લગ્ન કરવા માંગી રહ્યો છું. આ રીતે આમ રસોઈના સામાન સાથે લોકો દ્વારા પોતાનું મેરેજ લિસ્ટ પણ મુકવામાં આવ્યું હતું.

તેમ છતા આ લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહોતા. ચાર દિવસની અંદર જ યુવક દ્વારા પોતાના રાઈસ કૂકરને છૂટાછેડા આપી દેવામાં આવ્યા હતા. છૂટાછેડા આપતા તેણે કહ્યું હતું કે, તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા છે તેના પાછળનું તેને કારણ પણ જણાવ્યું છે કે, તે સારા રાઈસ બનાવી શકે છે, પરંતુ તે અન્ય કોઈ ડીશ બનાવી શકતું નથી.

Scroll to Top