લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો કંઈકને કંઈક નવા-નવા આઈડિયાઝ કરતા હોય છે. સામાન્ય રીતે આપણે દુલ્હનને સ્ટેજ પર આવતા સમયે ડાન્સ કરતા જોઈ છે અથવા તો સ્વેગમાં સ્ટાઈલ મારતા પણ લોકોને જોયા છે. પરંતુ આજે તો અમે લઈને આવ્યા છીએ એક દુલ્હાની એક ગ્રાન્ડ એન્ટ્રી કે જેને જોતા જ મોજ આવી જાય. અત્યારે ફિલ્મી ચલણ લગ્નમાં પણ ફેમસ થયું છે. નવા-નવા રિવાજો જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થયો છે.
View this post on Instagram
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, લગ્નના દિવસે જેવો જ દુલ્હો લગ્ન સ્થળ પર પહોંચે છે કે તરજ પોતાની સાથે અનેક લોકોને સાથે લઈને ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. બોલીવુડનું ફેમસ ગીત… સાજનજી ઘર આયે… પર દુલ્હો એક અલગ જ અંદાજમાં ડાન્સ કરી રહ્યો છે. આ ગીત પર દુલ્હાએ ગ્રાન્ડ એન્ટ્રી મારી હતી અને ત્યાં ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા.
દુલ્હાનો આ શાનદાર અંદાજ દરેક વ્યક્તિને પસંદ આવ્યો અને આ જ કારણ છે કે, લોકો ઈન્ટરનેટ પર પણ આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દુલ્હાની ગ્રાન્ડ એન્ટ્રી વાળા આ વિડીયોને અત્યારસુધીમાં 50,000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે.