આ જુગાડુ વ્યક્તિએ એવી જગ્યાએ ફ્રીજ બનાવ્યું કે કોઈ કલ્પના પણ ન કરી શકેઃ જૂઓ આ વાયરલ વિડીયો…

મે-જૂન મહિનો ગયો છતા જૂલાઈ મહિનામાં પણ ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે આ ગરમીની સીઝનમાં લોકો શરીરને ઠંડક પહોંચાડવા માટે ઠંડુ પાણી અથવા કોલ્ડ ડ્રિંક્સ પીવા ઈચ્છે છે. જેથી શરીરને રાહત મળે. કેટલીય વાર આપણે ઠંડા પીણા સાથે લઈને ચાલીએ છીએ. જ્યારે પાણી ન હોય તો આપણે તેને ગમે ત્યાંથી શોધી લાવીએ છીએ. કેટલાક લોકો એવા પણ છે કે, જે પોતાના દેશી જુગાડથી કેટલાય કામો કરી લે છે.

સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ દેશી જુગાડ બનાવીને લાકડાની દિવાલ વચ્ચે એક નાનકડુ ફ્રીજ તૈયાર કર્યું છે. આ નાનકડા ફ્રીજની અંદર ઠંડુ પાણી અને કોલ્ડ ડ્રીંક્સ રાખી શકાય છે. ગરમીની સીઝનમાં ઠંડા પાણીની દરેકને જરૂર હોય છે પરંતુ આવું ફ્રીજ માત્ર જુગાડથી જ મળી શકે છે. અનેક લાકડા વચ્ચે બનાવવામાં આવેલું આ ફ્રીજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.

દેશી જુગાડથી બનાવવામાં આવેલું આ ફ્રીજ કોઈ સરળતાથી ન શોધી શકે. આ વ્યક્તિએ એવી બુદ્ધી લગાવી કે કોઈપણ વ્યક્તિ વિચારી પણ ન શકે કે લાકડા વચ્ચે આવું શાનદાર ફ્રીજ પણ હોઈ શકે. ઈન્સ્ટાગ્રામ પર ગોહિલ હાર્પરે આ વિડીયોને શેર કર્યો છે. અત્યારસુધીમાં આ વિડીયોને 7 લાખથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. લોકો પણ આ વિડીયો પર જોરદાર રિએક્શન આપી રહ્યા છે.

Scroll to Top