અત્યંત તેજ ચાલ અને આકર્ષક ખૂબસુરતી ધરાવતા હરણને જોતા જ આંખો ત્યાં જ અટકી જાય છે. આમતો હરણ સામાન્ય રીતે ઝુંડમાં રહે છે પરંતુ શું આપે એક સાથે હજારો હરણોને એક સાથે જોયા છે? જો ન જોયા હોય તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ વિડીયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થયો છે. નજારો ગુજરાતના ભાવનગર સ્થિત વેલાવદાર રાષ્ટ્રીય હરણ અભ્યારણ્યનો છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે, હજારો હિરણો એક સાથે ગ્રીન મેદાનોમાં દોડ લગાવી રહ્યા છે આ દરમિયાન તેઓ એક રોડને પાર કરે છે. રોડ પર સ્થિત કોઈ વ્યક્તિએ આ સુંદર નજારાને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો જે હવે તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પોતાનામાં જ એક ખાસ છે. હરણ એકબીજા પાછળ ભાગતા ખૂબ જ દૂર સુધી ફેલાયેલા દેખાય છે.
એક અનુમાન અનુસાર, વેલાવદાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં 7 હજારથી વધારે હરણ છે. સ્થાનિક લોકો તો સામાન્ય રીતે આ નજારાને જોતા હોય છે પરંતુ આ પ્રકારનો વિડીયો પ્રથમવાર સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, તેમણે આ પ્રકારનું દ્રશ્ય માત્ર ફિલ્મોમાં જ જોયું છે.