ગુજરાત ના છોટાઉદેપુર ની જનરલ હોસ્પિટલમાં કોવિડ ના સંક્રમિત દર્દીઓ માટે ખૂબ જરૂરી એવા વેન્ટિલેટર અને પંખા જેવી સામાન્ય સુવિધાઓ મળતી નથી, તે સમયે હોસ્પિટલના સારવાર લેતા એક મૃત્યુ પામેલા દર્દીના સગાનો એક વીડિયો બનાવી ને વાઇરલ કર્યો છે. આ વાઇરલ વીડિયોમાં યુવતી વ્યથા જણાવતા કહે છે કે, આ હોસ્પિટલમાં દર્દીઓ વેન્ટિલેટરના અભાવે મરી રહ્યા છે. રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે, અમદાવાદ ની સિવિલમાં મળે છે, સુરત સિવિલ હોસ્પિટલમાં બધી સુવિધા મળે છે તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નથી મળતી.
અહી સારવાર લઈ રહેલ દરેક દર્દીઓ પોત-પોતાના પંખા લઇને આવ્યા છે. દર્દીઓ ને વેન્ટિલેટરની જરૂર છે પણ મળતા નથી. વાઇરલ વીડિયોમાં યુવતીએ જણાવ્યું હતું કે, આ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની હાલત જુઓ. આ મારા માસી હમણા જ વેન્ટિલેટરના કારણે મૃત્યુ પામ્યા છે. અહીં કોઇ જ સુવિધા નથી. કચરો કે પોતુ કરાતુ નથી. પંખાની સુવિધા પણ નથી. દરેક દર્દીઓ પોત-પોતાના પંખા લઇને આવ્યા છે. વેન્ટિલેટરની જરૂર છે પણ મળતા નથી. એસી છે પણ બંધ હાલતમાં છે. માત્ર એક જ પંખો લાગેલો છે. ઓક્સિજનની બોટલો પણ સમયસર આવતા નથી.
મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી. અહી એમ ડી ડોક્ટર્સ પણ નથી. ગઇકાલે કલેક્ટર અને સાંસદ ગીતાબેન આવીને ગયા છે. મે તેમને રજૂઆત કરી હતી કે, એમડી ફિઝિશિયન છોટાઉદેપુરની હોસ્પિટલમાં જોઇએ છે. આદિવાસી લોકો જ મરી રહ્યા છે. કવાંટ તાલુકાના 70 લોકો મરી ગયા છે. આદિવાસી લોકો મરી રહ્યા છે. મારા પપ્પાની સારવાર ચાલી રહી છે. મારા માસીનું હમણા જ મોત થયું છે. જેમને વેન્ટિલેટરની સખત જરૂર હતી. કાલે 21 વર્ષનો છોકરો ગાયક કલાકાર મરી ગયો છે. જેના લગ્નને 10 જ મહિના થયા છે.
છોટાઉદેપુર: હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો વીડિયો વાઇરલ થયો pic.twitter.com/LKW3oowpRc
— Gujarat Coverage (@gujaratcoverage) May 3, 2021
કંઇ પણ કરો આ વીડિયો વાઇરલ કરો. અહીં સુવિધા મળવી જોઇએ. વિજય રૂપાણીના રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે. અમદાવાદ સિવિલમાં મળે છે, સુરત સિવિલ હોસ્પિટલમાં મળે છે તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નહીં, શું આદિવાસી માણસો નથી બોલી શકતા. ટોઇલેટ અને બાથરૂમમાં પણ પાણી આવતુ નથી. પોતાના લોકોને ઓક્સિજનના બોટલ જાતે જ લઇને આવવુ પડે છે.