સોશિયલ મીડિયાની દુનિયા ખરેખર અદભૂત છે. અહીંયા છવાયેલા રહેવા માટે લોકો કંઈપણ કરે છે. આ જ ચક્કરમાં દરેક વ્યક્તિ અનોખો વિડીયો બનાવવાના પ્રયત્નોમાં લાગેલા રહેતા હોય છે. પરંતુ કેટલીક વાર યુઝર દ્વારા વિડીયો બનાવવા દરમિયાન કંઈક એવું થઈ જાય છે કે, જેને જોયા બાદ હસવાનું રોકી શકો એવી કોઈ જ સ્થિતિ હોતી નથી. ઈન્ટરનેટ પર અત્યારે આવો જ એક વિડીયો વાયરલ થયો છે.
View this post on Instagram
આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ હાર્મોનીયમ સાથે બેઠેલો છે. આ શખ્સ પોતાનું ટેલેન્ટ બતાવવા ઈચ્છતો હતો. પરંતુ ત્યાં જ તેનો દિકરો વિડીયોમાં સીસોટી લઈને વચ્ચે આવી ગયો. હવે જ્યારે દિકરો વિડીયોની વચ્ચે તે જોઈને તેના પપ્પાને જોરદાર ગુસ્સો આવ્યો અને તેમણે એવી ઝાપટ મારી કે દિકરો જમીન પર પડી ગયો.
આ વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થયો છે. આ મજેદાર વિડીયોને haryana.zone નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે કેપ્શનમાં લખ્યું કે, આવું ન કરાય ભાઈ… પરંતુ ગમે તે હોય, આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.