અત્યારસુધી આપે એવા કેટલાય સમાચારો સાંભળ્યા હશે કે, જેમાં લગ્નનો હસીખુશી માહોલ ગમગીન થઈ ગયો હોય. કંઈક આવું જ બ્રિટનમાં પણ થયું. એક છોકરી દુલ્હનની જેમ તૈયાર થઈને કબ્રસ્તાનમાં પહોંચી તો તેની તરફ લોકો જોતા જ રહી ગયા. શરૂઆતમાં તો કોઈપણ વ્યક્તિને મામલો સમજાયો નહી પરંતુ જેવી ખબર પડી તો દરેક લોકો માયુસ રહી ગયા અને રડવા પણ લાગ્યા. લગ્નના આ સમાચારો વાયરલ થઈ રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, બ્રિટનમાં લાઈમેરિક કે એસ્કેટન કબ્રસ્તાનમાં એક યુવતી દુલ્હન વાળુ ગાઉન પહેરીને પહોંચી ગઈ. યુવતીનું નામ કેટ ક્વિલિંગન છે અને તેની ઉંમર માત્ર 20 વર્ષ છે. છોકરી દુલ્હનની જેમ સારી રીતે તૈયાર થઈ અને હાથોમાં લગ્ન વાળો ગુલદસ્તો લઈને કબ્રસ્તાન જેવી જગ્યાએ પહોંચી હતી. તેના લગ્ન 20 વર્ષીય બોયફ્રેન્ડ માઈલ્સ માઈલે સાથે થવાના હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, દુલ્હો તૈયાર થઈને પોતાના લગ્ન માટે ચર્ચના રસ્તા પર હતો. ત્યાં તેની કાર ભીષણ અકસ્માતનો શિકાર બની ગઈ. છોકરો કારની આગળની સીટ પર બેઠો હતો અને આ એક્સીડન્ટમાં એ દુલ્હો મોતને ભેટ્યો હતો. છોકરી આ ઘટના સહન ન કરી શકી અને પોતાના દુલ્હાને અલવીદા કહેવા માટે કબ્રસ્તાન સુધી પહોંચી ગઈ.