પ્લેનમાં એરહોસ્ટેસે કર્યો જોરદાર ડાન્સઃ લોકો તેના ફેન થઈ ગયા…જૂઓ આ વિડીયો

કેટલાક લોકો ડાન્સના એટલા શોખીન હોય છે કે, તેમને જગ્યા કે માહોલથી કોઈ ફરક પડતો નથી. તેઓ ક્યાંય પણ ડાન્સ કરવાનું શરૂ કરી દે છે. થોડા દિવસો પહેલા IndiGo Airlines ની એક એર હોસ્ટેસે ખાલી ફ્લાઈટમાં ડાન્સ કરીને ધમાલ મચાવી દિધી હતી. તેનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આપે ફ્લાઈટમાં ટ્રાવેલિંગ કર્યું હોય કે ન કર્યું હોય પરંતુ તેમાં ડ્યુટી કરનારી સુંદર એરહોસ્ટેસ વિશે તો સાંભળ્યું જ હશે. સોશિયલ મીડિયા પર આયત ઉર્ફ આફરીન નામની એક એર હોસ્ટેસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડિગો એરલાઈન્સમાં કામ કરતી આ એર હોસ્ટેસે ફ્લાઈટ ખાલી થતા જ તેમાં ડાન્સ કરવાનું શરૂ કરી દિધું.

આયતે શ્રીલંકાના મશહુર ગીત ‘मानिके मगे हिथे’ પર ફ્લાઈટમાં જોરદાર ડાન્સ કર્યો. આ ગીત યોહાની દિલોકા ડી સિલ્વા નામની એક ગાયીકાએ ગાયું છે. એર હોસ્ટેસ આયતે આ ડાન્સ ફ્લાઈટના હોલ્ટ દરમિયાન કર્યો હતો. તેના સાથીએ આ વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા જ વાયરલ થયો છે.

Scroll to Top